માત્ર 7 રૂપિયા રોજ ભરીને મેળવો મહિને 5000 રૂપિયા પેન્શન, જાણો કેવી રીતે લઇ શકો છો લાભ..

News

અટલ પેન્શન યોજના (એપીવાય) એ એક એવી યોજના છે જે દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની વય પછી, દર મહિને 1000 થી 5000 રૂપિયા સુધીની નિશ્ચિત માસિક પેન્શનની ખાતરી આપે છે. આ પેન્શન યોજના જૂન 2015 માં રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવી હતી. આ યોજના સ્વાવલંબન યોજના એનપીએસ લાઇટની જગ્યાએ લાગુ કરવામાં આવી હતી. અટલ પેન્શન યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા સંચાલિત છે. તેનો અમલ દેશભરની તમામ બેંકો દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ એક મહિનામાં 210 રૂપિયા બચાવીને સેવીંગ કરવા માંગો છો અને 5000 રૂપિયા માસિક પેન્શન મેળવવું હોય તો આ યોજનાના નિયમોને સમજો.

ભારતના 18 થી 40 વર્ષની ઉંમર ધરાવતી કોઈપણ વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે. જો તમારું કોઈ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો તમે આ યોજનામાં જોડાઈ શકો છો.

પેન્શન મેળવવા માટે તમારે જે રકમ ચૂકવવી પડશે તે બે બાબતો પર આધારિત છે. પહેલી વાત એ છે કે તમે આ યોજનામાં કઈ ઉંમરે જોડાઇ રહ્યા છો. બીજી સૌથી અગત્યની બાબત એ છે કે તમે 60 વર્ષની વય પછી કેટલી પેન્શન મેળવવા ઇચ્છો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે અને 60 વર્ષની વયે 1000 રૂપિયાની માસિક પેન્શન ઇચ્છે છે, તો 60 વર્ષની વય સુધી તેમને દર મહિને 42 રૂપિયા ભરવા પડશે. તે જ સમયે, જો આ વ્યક્તિ માસિક રૂ. 5,000 ની પેન્શન ઈચ્છે છે, તો તે 60 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને 210 રૂપિયા જમા કરાવશે. આ યોજના અંતર્ગત રૂ .1,000, 2,000, રૂ .3,000, 4,000 અને 5000 ની ફિક્સ પેન્શન ઉપલબ્ધ છે.

આ યોજનામાં રોકાણ કરીને તમને એનપીએસ જેવો જ ટેક્સ લાભ મળે છે. આવકવેરા કાયદાની કલમ 80 સીસીડી (1 બી) હેઠળ, યોજના રોકાણ પર કરમાં છૂટ આપવામાં આવી છે.

પીએફઆરડીએ આ યોજનામાં ગ્રાહકોને ફક્ત અસાધારણ સંજોગોમાં 60 વર્ષની ઉંમર પહેલા યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ આપે છે. ઉદાહરણ તરીકે, જો ગ્રાહકનું મૃત્યુ થાય છે, તો તેના જીવનસાથીને માસિક પેન્શન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.