અવકાશયાત્રીઓ ની અવકાશમાં ટોઇલેટ કરવાની રીત જાણીને તમે ચોંકી જશો.

Uncategorized

અવકાશ એક એવુ રહસ્ય છે કે લોકો તેના વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. આજે અમે તમને અવકાશયાત્રીઓ વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે વિશે તમે આજ સુધી જાણતા અથવા સાંભળ્યુ નઈ હોય. અંતરીક્ષ યાત્રા વિષે સંભાળવુ જેટલુ સારુ લાગે તેના કરતા વધારે તેમાં મુશ્કેલી આવે છે.

અવકાશયાત્રીઓને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં જીવંત રહેવા અને દૈનિક જીવનની તમામ પ્રવૃત્તિઓ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોટાભાગની મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તેમને મળ અને પેશાબનો ત્યાગ કરવો હોય ત્યારે. અમેરિકન અંતરિક્ષયાત્રી એલન શેફર્ડ પ્રથમ જાન્યુઆરી ૧૯,૧૯૬૧ ના રોજ અવકાશમાં ગયા ત્યાં ફક્ત ૧૫ મિનિટ રોકાવાનુ હતુ.

વિશ્વના કોઈ પણ વૈજ્ઞાનિકની અંતરિક્ષ સુધીની આ પહેલી સફર હતી. કારણ કે એલન શેફર્ડે અવકાશમાં ફક્ત ૧૫ મિનિટ પસાર કરવાનો હતો. તેના શૌચાલય માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જો કે સ્પેશ શટલના લોન્ચમા વિલંબને કારણે શેફર્ડેને સ્પેસ સ્યુટમા જ પેશાબ કરવો પડ્યો. થોડા વર્ષો પછી અવકાશયાત્રીઓને એક પાઉચ આપવામાં આવ્યું હતું જે કોન્ડોમ જેવુ લાગતુ હતુ.

જો કે કોન્ડોમવાળા આ પાઉચમાંની એક સમસ્યા તે હતી કે તે વારંવાર ફાડી જતુ હતુ. શૌચ માટે અવકાશયાત્રીઓને પાછળના ભાગમાં બેગ ચોટાડવી પડતી હતી. આને કારણે અવકાશયાત્રીઓ ફ્રેશ થઈ જતા હતા પરંતુ તેની ગંધ તેમને નર્વસ બનાવી દીધી હતી. આ પછી જ્યારે એપોલો મૂન મિશન થયુ ત્યારે આ સમય દરમિયાન પેશાબ માટે બનાવેલ પાઉચ વાલ્વ સાથે જોડાયેલ રાખવામા આવતા હતા.

આ પછી વર્ષ ૧૯૮૦ દરમિયાન નાસાએ મેગ્નિફિસિએન્ટ શોષણ ગારમેન્ટ બનાવ્યું. તે એક પ્રકારના ડાયપર હતા. તે વિશેષરૂપે સ્ત્રી અવકાશયાત્રીઓ માટે બનાવવામા આવ્યુ હતું. જોકે પુરુષ અવકાશયાત્રીઓ પણ તેનો ઉપયોગ કરતા હતા. પાછળથી નાસાએ શૂન્ય-ગુરુત્વાકર્ષણ શૌચાલય બનાવ્યુ. આમા અંતરિક્ષયાત્રીઓએ બેગ પાછળ રાખવાની જરૂર નથી પરંતુ શૌચ માટે તેઓએ ખૂબ જ મહેનત કરવી પડશે.

વાલ્વ દબાવતાની સાથે જ પેશાબ અવકાશમા જતો રહેતો હતો. જો કે આમાં એક સમસ્યા એ હતી કે જો વાલ્વને દબાવવામાં એક સેકન્ડનો પણ વિલંબ થાય તો પેશાબ યાનમા જ તરતો રહેતો હતો. તે જ સમયે તેને પ્રથમ ખોલવાના કારણે શરીરના ભાગો અવકાશની જગ્યામાંથી બહાર ખેચાય શકે છે. આને કારણે અંતરિક્ષયાત્રીને પાઉચમાં પેશાબ કરવો પડતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *