બે સ્કાયડાઇવર્સે આકાશમાં ઉડતા પ્લેનને સ્વેપ કરવાનો પ્રયાસ કર્યો. બંને પોતપોતાના પ્લેનમાંથી હવામાં ઉછળ્યા અને એકબીજાના પ્લેનમાં ચઢવા માટે કૂદી પડ્યા.
શું હતો પ્લાન?
હવામાં ઉડતા પ્લેનને સ્વેપ કરવાના પ્રયાસમાં એક પ્લેન ક્રેશ થયું હતું. લ્યુક આઈકિન્સ અને એન્ડી ફેરિંગ્ટન નામના બે પિતરાઈ સ્કાયડાઈવર્સ પોતપોતાની ઊંચાઈએ પહોંચ્યા. આ પછી તેમની યોજના અદલાબદલી કરવાની હતી, જે દરમિયાન તેમનું પ્લેન ખાલી રહેશે અને બંને સુરક્ષિત રીતે ઉતરશે.
પ્રયાસ નિષ્ફળ ગયો:
જે વિમાનમાં ફરિંગ્ટન જવાના હતા તે કાબૂ બહાર ગયું અને ઝડપથી પડવા લાગ્યું. આ કારણે ફેરિંગ્ટન તેમાં ચઢી શક્યો ન હતો અને તેનો સ્ટંટ પૂર્ણ કરી શક્યો ન હતો. તેણે પેરાશૂટની મદદથી લેન્ડ કરવું પડ્યું. જો કે, આઇકિન્સ તેનો સ્ટંટ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો તમે પણ જોવો જ જોઈએ.
This #RedBull #PlaneSwap in Arizona was crazy! Didn't go as planned but luckily everyone is alright! pic.twitter.com/f9cpRclYtT
— Aaron Tevis (@AaronTevis) April 25, 2022
બંને સ્કાયડાઇવર્સ સુરક્ષિત:
ફેરિંગ્ટનના કહેવા પ્રમાણે, બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ તેની યોજના સફળ થઈ ન હતી. યોજનાનો સૌથી મહત્વનો ભાગ એ બંનેને સુરક્ષિત રાખવાનો હતો. ‘યુએસએ ટુડે’માં છપાયેલા અહેવાલ મુજબ એકિન્સે કહ્યું કે અમે પાછા જઈશું અને તેના પર કામ કરીશું.