આયુર્વેદ: આ વસ્તુઓનું એક સાથે સેવન કરવાથી પાચનતંત્ર પર થાય છે નકારાત્મક અસર..

Health

ઘણાબધા લોકોને એવી ટેવ હોય છે કે બધી વસ્તુઓ સાથે ખાય છે પણ આ લોકો એ નથી જાણતા કે બધી વસ્તુ સાથે ખાવાથી અમુક ખરાબ અસર પાચનતંત્ર પર થાય છે, ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ખોરાકની સાથે ઘણી વસ્તુઓ પોતાની થાળીમાં શામેલ કરે છે, પરંતુ આવું કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે આયુર્વેદ પ્રમાણે કઈ વસ્તુઓને સાથે ખાવાની મનાઈ છે. આવો, જાણો કઈ વસ્તુઓને સાથે ન ખાવી જોઈએ-

દૂધ સાથે આ વસ્તુઓને ન ખાવી જોઈએ

અડદની દાળ, પનીર, ઇંડા, માંસ:- અડદની દાળ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. લીલા શાકભાજી અને મૂળા ખાધા પછી પણ દૂધ ન પીવું જોઈએ. ઇંડા, માંસ અને ચીઝ ખાધા પછી દૂધ પીવાનું ટાળવું જોઈએ. તેમને સાથે ખાવાથી પાચનતંત્ર ખરાબ થઈ શકે છે.

દહી સાથે ન ખાવી જોઈએ આ વસ્તુઓ

ખાટા ફળ:- તમારે ખાસ કરીને દહીં સાથે ખાટા ફળો ન ખાવા જોઈએ. ખરેખર, દહીં અને ફળોમાં અલગ અલગ એંજાઈમ હોય છે. આ કારણોસર, તે પચતા નથી, તેથી બંનેને સાથે લેવાનું યોગ્ય નથી.

માછલી:- દહીની તાસીર ઠંડી છે તેથી તેને કોઈ પણ ગરમ વસ્તુ સાથે ન લેવી જોઈએ. માછલીની તાસીર ખૂબ જ ગરમ હોય છે, તેથી તેને દહીં સાથે ન ખાવી જોઈએ.

મઘ સાથે ન ખાવી જોઈએ આ વસ્તુઓ

મધને ક્યારેય ગરમ કરીને ન ખાવું જોઈએ. વધતા તાવમાં પણ મધનું સેવન ન કરવું જોઈએ. આનાથી શરીરમાં પિત્ત વધે છે. મધ અને માખણ ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. તેવી જ રીતે ઘી અને મધ ક્યારેય સાથે ન ખાવા જોઈએ. પાણીમાં મધ અને ઘી મિક્સ કરીને ખાવુ પણ નુકસાનકારક હોઈ શકે છે.

આ વસ્તુઓ પણ એક સાથે ન ખાઓ

ઠંડા પાણી સાથે ઘી, તેલ, શક્કરટેટી, જામફળ, કાકડી, જાંબુ અને મગફળી ન ખાવા જોઈએ.

ખીર સાથે સત્તુ, દારૂ, ખટાશ અને અનાનસ ન ખાવુ જોઈએ

ચોખા સાથે વિનેગાર ન લેવો જોઈએ.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.