તમારા ઘર-પરિવારમાં કોઈ તંબાકુ કે માવા ખાતું હોય તો આ એકવાર જરૂર વાંચી લેજો…

Health

આજે એક સારી અને લોકોને ઉપયોગી થાય એવી વાત કરવી છે, આજની ભાગાદોડી વાળી જીંદગીમાં લોકો વ્યસન તરફ સરળતાથી વળી જાય છે, પહેલા શોખથી શરુ આ વસ્તુ કયારે બંધાણ થઇ જાય છે, તે તેનું સેવન કરતા લોકોને પણ ખબર નથી પડતી, તેમાં પણ તમાકુનું વ્યસન આપણા ગુજરાતમાં હદ કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોમાં માવાનું વ્યસન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

તમાકુ, માવાનું એક એવું વ્યસન છે કે જેના વગર તેના બંધાણીને જરા પણ ચાલે જ નહીં, જો બંધાણી તેનું સેવન ના કરે તો તેને માથું દુખવું, વાત વાતમાં ગુસ્સે થવું, ક્યાંય ગમવું નહીં, સ્વાભાવમાં ચીડિયાપણું વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે.

ઘરમાં કે પરિવારના કોઈ મોટા વડીલ કે બાળકો જયારે માવા-તમાકુનું વ્યસન છોડવા માટે આપણને કહે છે ત્યારે આપણે ગુસ્સે થઈએ છીએ અને ઘણી વાર આપણે તેમની મર્યાદા પણ ચુકી જતા હોઈએ છીએ પણ આપણે એક વાર સહુથી પહેલા એ સમજવી પડશે કે આપણા માટે આપણો પરિવાર પહેલા છે અને વ્યસન પછી છે.

હવે તો બજારમાં આર્યુવેદીક માવા પણ મળે છે જે શરીરને કોઈ પણ પ્રકારની હાનિ નથી પહોંચાડતા અને આપણા શરીરના આરોગ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે, આજે આપણે આ આર્ટિકલમાં એજ આર્યુવેદીક માવા વિશે વાત કરીશું જેની મદદથી તમે આ વ્યસનને કાયમ માટે સરળતાથી છોડી શકશો.

આ આર્યુવેદીક માવામાં સોપારી અને 11 પ્રકારના અલગ અલગ ઔષઘી દ્રવ્યો હોય છે, તેમાં શેકેલી સોપારી, શેકેલી વરીયાળી, અજમાનો કરકરો પાવડર, લિંડી પીપર, જેઠીમધ, કપૂર, લવિંગ પાવડર, ઈજમેટના ફુલ, અમૃતબિંદુ, નાગરવેલનાં પાનના ટુકડા, બહાર જેવી ઔષઘીઓ મિક્સ કરીને આર્યુવેદીક માવો ઘરે જ બનાવી શકાય છે.

આ આર્યુવેદીક માવાનો સ્વાદ ઓરિજનલ માવા જેવો જ આવે છે. જેથી લાંબા સમયથી માવો ખાતા લોકોને માવો ખાધાનો અહેસાસ પણ થાય છે, અને તમાકુવાળો માવો ખાવાની આદત છૂટી જતા કેન્સર જેવા રોગોનો ખતરો પણ ઘટે છે.

વધારે ટેસ્ટ માટે તમે આ આર્યુવેદીક માવામાં ગુલકંદ પણ ઉમેરી શકો છો, આ ઉપરાંત આ આર્યુવેદીક માવો આપણા શરીરને કોઈ પણ પ્રકારની હાનિ નથી પહોંચાડતો અને પ્રમાણસર તેનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને ફાયદો પણ કરે છે, પણ આપણે ધીમે ધીમે આર્યુવેદીક માવાની મદદથી માવા તદ્દન બંધ કરવાનો પ્રયત્ન કરવાનો છે.

પહેલાના સમયમાં આપણા ઘર-પરિવારના વડીલો જમ્યા પછી કાચી સોપારી સુડીથી કાપીને ખાતા હતા પણ તેઓ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરતા હતા અને તમાકુને હાથ પણ નહોતા લગાડતા. કાચી સોપારીનું સેવન જો મર્યાદિત માત્રમાં કરવામાં આવે તો તે પણ આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

આર્યુવેદીક માવામાં રહેલી વરીયાળીની પ્રકૃતિ ઠંડી છે અને તે શરીરમાં રહેલા પિત્તનો નાશ કરે છે અને મોઢાની દુર્ગંધથી છુટકારો આપે છે, અજમો શરીરમાં થયા વાયુને કાબુમાં રાખે છે અને પેટના રોગોમાં અસરકારક પરિણામ આપે છે, લવિંગ મોઢાની દુર્ગંધ અને દાંતના રોગોથી રાહત આપે છે અને જેઠીમધ કફને દૂર કરે છે.

આ ઉપરાંત આર્યુવેદીક માવા વપરાયેલી ઔષઘી વાત, પિત્ત અને કફને પણ શરીરમાં નિયંત્રિત કરીને ત્રણેય દોષોનો નાશ કરે છે અને કબજીયાત દૂર કરીને પેટને સાફ રાખે છે. દરેક ઔષઘી એક વિશિષ્ટ ગુણ ધરાવે છે જે કોઈને કોઈ રીતે આપણા શરીરને ફાયદાઓ પહોંચાડે છે, જયારે તેની સામે તમાકુ વાળા માવા કેન્સરથી લઈને પેટના, આંતરડાના, મોઢાના, લોહીના અનેક રોગોને શરીરમાં જન્મ આપે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ઔષઘીવાળા માવા ખાઈને શરીર સુધારીને ધીમે ધીમે આ વ્યસન છોડવું છે કે કેમિકલ યુક્ત માવા ખાઈને જીવન છોડવું છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.