જામનગરના બિજલબાએ ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર થતાંજ બીજી 25 મહિલાઓને આત્મનિર્ભર કરી એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Story

કહેવાય છે કે નારી તું નારાયણી, ભારતની મહિલા જરૂર પડ્યે દેશ માટે હથિયાર પણ ઉપાડે છે અને જરૂર પડે ત્યારે પોતાના પગ પર ઉભી રહીને ઘરની જવાબદારી પણ સાચવી લે છે, આજે આવીજ એક મહિલા વિશે આપડે વાત કરીશુ, તે જામનગરમાં રહે છે અને તેનું નામ બીજલબા જાડેજા છે તે ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે અને 25 મહિલાઓને કામ પર રાખીને તેમને આત્મનિર્ભર બનાવે છે. બીજલબેનની વાત કરીએ તો તેમને પોતાની સખત મહેનતથી આજે સફળતા હાસિલ કરી છે. તેમને ત્યાં કામ પર રાખેલી મહિલાઓ કહે છે કે બીજલબેનના કારણે અમારા બાળકો ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરી રહ્યા છે.

બીજલબાએ કહ્યું કે, તેમની સફળતાની પાછળ તેમના પરિવારના સભ્યો એટલે કે સાસુ, પતિ અને બહેનનો સાથ છે. શરૂઆત પરિવારના ત્રણ સભ્યોની સાથે કરી હતી. ધીમે ધીમે ખાખરાનો બિઝનેસ સારો ચાલવા લાગ્યો અને આજે 25 મહિલાઓ સાથે કામ કરી રહી છે અને આર્થિક રીતે પગભર બની છે. બીજલબેનના પતિએ કહ્યું કે અમે ખાખરા બનવાની શરૂઆત 10 વર્ષ પહેલા કરી હતી અને આજે અમારા ખાખરા સુરત, કચ્છ, ચેન્નાઇ સહીત અનેક શહેરોમાં મોકલી રહ્યા છીએ.

શરૂઆત માત્ર ત્રણ મહિલાથી કરી હતી અને આજે આ ગૃહ ઉદ્યોગ માં 25 મહિલા સાથે જોડાઈ છે અને તે મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થવામાં સફળ રહી છે. બીજલબાની પુત્રી ભણે છે અને તેનો ભણવાનો ખર્ચો આ ખાખરા ગૃહ ઉદ્યોગથી જ ચાલી રહ્યો છે અને તેમની પુત્રી એ જણાવ્યું હતું કે તેના અભ્યાસમાં તેના માતા પિતાનો સિંહ ફાળો છે. મહિલા શક્તિનું સન્માન કરી આ ગૃહ ઉદ્યોગે 25 મહિલોઓને બનાવી આત્મનિર્ભર.

માત્ર ત્રણ લોકોથી શરૂ કરેલ આ ગૃહ ઉદ્યોગ આજે 25 પરિવારને ઉપયોગી બની રહ્યો છે. તો અહીં વિધવા મહિલાઓ પણ કામ કરી રોજગારી મેળવી પગભેર બની રહી છે. એક બાજુ રોજગારીનું પ્રમાણ ઘટી રહ્યું છે તો બીજી બાજુ જામનગરની બીજલ બા પોતે તો આત્મનિર્ભર બન્યા સાથે અન્ય 25 મહિલાઓને પણ આત્મનિર્ભર કરી એક સરસ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Leave a Reply

Your email address will not be published.