સલમાન ખાને સાઉથની ફિલ્મમાં કામ કરતા પહેલા રાખી આ શરત…

Bollywood

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન હવે સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી પ્રેક્ષકોનું દિલ જીતશે. સલમાન ખાન ફિલ્મ ‘ગોડફાધર’ થી ઓફિશિયલ રીતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

સુપરસ્ટાર ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેનો ફોટો શેર કરીને આ વાતની માહિતી આપી છે. તેમજ નવા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન ‘ગોડફાધર’માં ફ્રીમાં કામ કરશે. સલમાનને આ ફિલ્મ માટે ફીના સ્વરૂપે મોટી રકમ ઓફર કરવામાં આવી હતી, પણ તેને ફ્રીમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ચિરંજીવીની ફિલ્મ ‘ગોડફાધર’માં સલમાન ખાન એકસટેન્ડેટ કેમિયો કરતો જોવા મળશે. રિપોર્ટસ મુજબ, સલમાન ફિલ્મમાં કામ કરવા માટે એક પણ રૂપિયો ફી તરીકે લેશે નહીં. મેકર્સે તો તેને ‘ગોડફાધર’માં કામ કરવા માટે સારી ફી ઓફર કરી હતી, પણ એક્ટરે તેના માટે ના પાડી હતી.

મેકર્સ સલમાનને ફી આપવા માટે તૈયાર હતા. કેમ કે, તેમનું માનવું છે કે, સલમાન ફિલ્મમાં રહેશે તો હિન્દી ભાષાના દર્શકોની વચ્ચે રિસ્પોન્સ સારો મળશે. જો કે, સલમાન ખાને પહેલા જ દિવસે સ્પષ્ટ કરી દીધું હતું કે, તે ચિરંજીવી માટે પોતાનો પ્રેમ અને સન્માન માટે આ ફિલ્મ કરશે. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને મેકર્સની સામે શરત રાખતા કહ્યું છે કે, તે આ ફિલ્મ ત્યારે જ કરશે, જ્યારે તેને કોઈ પેમેન્ટ ચૂકવવામાં આવશે નહીં.

રિપોર્ટના અનુસાર, ‘ગોડફાધર’માં સલમાન ખાન ચિરંજીવીનો જોઈન્ટ એક્શન સીન પણ રાખવામાં આવશે. આટલું જ નહીં, પણ બંને ફિલ્મમાં એક આઈટમ સોંગ પર ડાન્સ પણ કરતા જોવા મળશે. ચિરંજીવી સાથે કામ કરવા માટે સલમાન ખાનને આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયાની ફીની ઓફર આપવામાં આવી હતી, જેને લેવાની સલમાન ખાને ના પાડી હતી.

Leave a Reply

Your email address will not be published.