કાળઝાળ ઊનાળો આવી પહોંચ્યો છે. લૂ ઝરવા ની મોસમ, આવા સમયે યાદ આવે તન-મન નું ઠંડક પહોંચાડતું એક મસ્ત પીણું : આંબલવાણું
ઉનાળાનું પરંપરાગત પીણું ઘેર બનાવવું પણ સરળ, પીત તોડે, ગરમી ભગાવે અને પેટ ચોખ્ખું-ચણાક કરી દે… મગજ પણ ટાઢો થાય, બળબળતી ગરમીમાં વિદેશી ઠંડા પીણા આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. આપણી સંસ્કૃતિ પરંપરામાં ઠંડક કરવાના અસંખ્ય ઉપાય છે, જેમાં આંબલવાણાનો પણ સમાવેશ થાય છે.
શિયાળો પુરો થતાં ગરમી વધવાની સાથે શરીરની અંદર કફ પીગળે છે, આ કફની જગ્યા લેવા વાયુ વધે છે, પણ ગરમીને લીધે અને સ્નીગ્ધતા (ચિકાશ) ઘટતા વાયુ શરીરમાં ભેગો થાય છે, આ ભેગો થયેલો વાયુ ઉનાળો પુરો થતાં સુધીમાં શરીરની સાત ધાતુ અને ત્રણેય દોષને સુકવી નાખતા શરીરનું બળ (રોગ પ્રતિકારક શકિત) ઘટે છે.
આપણા પૂર્વજોએ ગરમીથી બચવા આપણને અણમોલ દિવ્ય પીણું-આંબલવાણાના રૂપમાં બક્ષીસ આપેલ, વર્ષો સુધી દરેક ઘરમાં ઉનાળામાં અઠવાડિયામાં બે વખત આંબલવાણુ બનાવી પીવાતું હતું, પરંતુ આધુનિકતાના ખ્યાલમાં આપણે ઉનાળાની ગરમીથી બચવા અનેક ઉપાયો કરવા લાગ્યા, ખાસ કરીને રાસાયણિક રીતે તૈયાર થયેલ ઠંડા પીણા ખૂબ પીવાય છે, રાસાયણિક રીતે તૈયાર થયેલ આ પીણાંઓની દાહક અસર, આંતરડા ઉપર થાય છે, લોહીમાં ભળી યકૃતમાં જાય છે અને યકૃતની ક્રિયાઓ ખોરવી નાખે છે, જેથી શરીરનું બળ કાળ ક્રમે ઘટે છે. હાડકાની મૃદુતા (કોમળપણું) ઉત્પન્ન કરે છે, જેથી તે ભાંગવાનો ભય વધુ રહે છે.
આંબલિ ચીકાશવાળી તથા ભારે છે આમ ખટાશ, ચિકાશ અને ગુરૂતાથી ઉપર કહ્યા પ્રમાણેનો વાયુ ભેગો થવા દેતી નથી, પરિણામે આપણા શરીરનો સુકાઇ ગયેલ મળ તોડી બહાર કાઢે છે, આમ તે અલ્પરેચક છે, જેથી શરીરનું બળ ઘટતું નથી, આંબલપણું ઉનાળાનું સ્વાગતપીણું થઇ શકે તેવી ક્ષમતા ધરાવે છે, આપણા પૂર્વજો આદિકાળથી ઉનાળામાં આનું સેવન કરતા આવ્યા છે, ગરમીથી લાગતી લુથી બચી શકાય છે, અત્યારની જીવનશેલી અને ખોરાક શૈલીથી પીત્તનું પ્રમાણ વધેલ છે, આ પીણું પીત્તનાશક છે, કફને કાબુમાં રાખે છે, પગની તળીયાની બળતરા મટાડે છે, મગજ અને શરીરને ઠંડક આપે છે, આંબલવાણું સારૂં પાચક છે.
આ દિવ્ય પીણાને વધુમાં વધુ પ્રચાર થાય અને ગુજરાતમાં દરેક ઘેર ઉનાળામાં આંબલવાણું બનાવી પીતા થાય તે જરૂરી છે.
આંબલવાણું બનાવવાની રીતઃ (૮ ગ્લાસ માટે)
(૧) પાકી ખાટી આંબલીના કાતરા (ફળ) ઉપરની છાલ કાઢી પ૦ ગ્રામ આંબલીને અડધો લીટર ચોખ્ખા પાણીમાં સાંજે પલાળી ઢાંકી દેવું સવારે મસળી ગરણાથી ગાળી લેવું.
(ર) સાંજે જુદા વાસણમાં પા લીટર પાણીમાં અધકચરી ખાંડેલી વરીયાળી પચીસ ગ્રામ પલાળવી, સવારે ગરણાથી ગાળી લેવી.
(૩) સવારે જુદા વાસણમાં અડધા લીટર ચોખ્ખા પાણીમાં ૧૦૦ ગ્રામ દેશી ગોળ ઓગાળી તેને ગાળી લેવું, આ ત્રણેય ગાળેલા પ્રવાહીને મીક્ષ કરી દિવસે પીવાના ઉપયોગમાં લેવું.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.