હિંદુ ધર્મ માં ભગવાન ને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે. અમુક લોકો રોજ વિધિવિધાન થી ભગવાન ની પુજા ભલે ન કરે પરંતુ એમના ઘરમાં ભગવાન ને પ્રસાદ જરૂર ચઢાવે છે. એમ તો આની પાછળ નું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે કોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ,ફળ,અનાજ,પાણી વગેરે અર્પણ કરે છે એમાં હું પોતે પ્રકટ થઈને ગ્રહણ કરું છું. ભગવાનને ધરાવીને ભોજન કરવાથી ભોજનના દોષ અને વિકાર દુર થાય છે.
તે માત્ર કલ્પના નથી, રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પિરિન્યુઅલ સાયન્સ બેંગલુરુના રિસર્ચરો એ 30 વ્યક્તિ પર પ્રયોગ કર્યો અને જાણ્યું કે એક એવું ભોજન કરવા પર તેની વિધિ અને ભાવનાની અસર પડે છે. આ અસર અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે 30 માંથી ૧૨ લોકો ને કેહવામાં આવ્યું કે ભોજન શરુ કરતા પેહલા ભગવાનને ભોગ લગાવવામાં આવે તો આઠ લોકોએ ભોગ લગાવ્યા વિના ભોજન કર્યું અને ૧૦ લોકોને ફરતા-ફરતા ભોજન કરવાનું કેહવામાં આવ્યુ.
સાત અઠવાડિયા સુધી કરાયેલા આ પ્રયોગમા અભ્યાસીઓના સ્વાધ્યનો અભ્યાસ કરાયો જે લોકોએ ભગવાનને ભોગ ચઢાવીને જમ્યું તેમને ૭૦ % થી વધુ આહાર સારી રીતે પચાવી લીધો હતો. ભોગ નહિ લગાવીને સામાન્ય રીતે ભોજન કરનાર લોકોના સ્વાધ્ય અને પાચનશક્તિ પર તેની વિપરીત અસર પડી છે.
ભગવાન ની કૃપા થી જે પાણી અને અનાજ આપણને પ્રાપ્ત થાય છે, એ ભગવાન ને અર્પિત કરવું જોઈએ અને એની પ્રતિ કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે જ ભગવાન ને ભોગ ચઢાવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભોગ ચઢાવ્યા પછી ગ્રહણ કરેલું અનાજ દિવ્ય થઇ જાય છે. કારણ કે એમાં તુલસી દળ હોય છે. તુલસી ને પરંપરા થી ભોગમાં રાખવામાં આવે છે. એનું એક કારણ તુલસી દળ નું ઓષધીય ગુણ છે. એકમાત્ર તુલસીમાં આ ખૂબી છે કે એના પાંદડા રોગપ્રતિરોધક હોય છે.
ભગવાનને ભોગ ચઢાવીને ભોજન કરવાનું કારણ મનોવિજ્ઞાનીક પણ છે. ડૉ.વસંતના જણાવ્યા અનુસાર જે કાઈપણ ખાવા મા આવી રહ્યું છે તે કોઈ ઉચ્ચ આધ્યાત્મિક સત્તાને ભોજન સમર્પિત કરવાથી મન મહેસુસ કરે છે કે તેને તમામ બલાઓ ભગવાન પર છોડી દીધી છે. આ અનુભૂતિ પણ ભોજનના નકારાત્મક ગુણો ને ઘટાડે છે.
પ્રાચીન આહાર શાસ્ત્રીઓએ ભોજનની સાથે પવિત્રતા ના કેટલાયે નિયમો બનાવ્યા હતા તેનું કારણ એ જે કાઈ હોય પરંતુ ડો.બેલોરી નું માનવું છે કે આ નિયમોની પેહલી અસર મનમાં એ અહેસાસ જગાવવા માટે મોટું કારણ બને છે કે જે ખાવામાં આવી રહ્યું છે તે દુનિયામાં સુક્ષ્મ શક્તિઓ પર પણ થવાની છે .
જો કોઈ ઠરાવ પસાર થાય તો તે સુક્ષ્મ શક્તિઓ પર પહેલા થશે અને સાધક તેની ખરાબ અસરથી બચી જશે. પ્રત્યેક વસ્તુ પ્રસાદ માનવાથી વ્યક્તિ નું ભોજન વધુ સાત્વિક અને સ્વચ્છ બની જાય છે. એવી પણ માન્યતા છે કે ભગવાન ને પ્રસાદ ચઢાવવાથી ઘર માં અનાજ નો ભંડાર હંમેશા ભર્યો હોય અને ઘર માં કોઈ અછત આવતી નથી.