દુનિયાની 50% હિંગ ભારત ખરીદી લેતું હોવા છતાં ભારતમાં હીંગની ખેતી કેમ નથી કરવામાં આવતી ?

News

હળદર, ધાણા, મરચાંની જેમ, હિંગ ભારતના દરેક રસોડામાં જોવા મળે છે. તેનો થોડી માત્રામાં ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ બદલાય જાય છે. આ ઉપરાત આપણા શરીરમાં ભોજનના પાચન જેવા અન્ય ઘણા ફાયદાઓ માટે પણ જાણીતી છે. એવું કહેવામાં આવે છે કે કોઈને તેની સુગંધ પસંદ નથી પણ તેના ગુણધર્મોને કારણે જ તેનું સેવન કરવામાં આવે છે. દેશના કોઈપણ ભાગમાં હીંગની ખેતી નથી કરવામાં આવતી એ એક મોટો પ્રશ્ન ઉભો કરે છે. છેવટે, શું કારણ છે કે 21 મી સદીમાં ભારત હીંગ માટે અન્ય દેશો પર નિર્ભર છે. અચાનક હીંગની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે હિંગની ખેતી દેશમાં પ્રથમ વખત શરૂ થઈ છે.

પહેલા હિંગનો થોડો ઇતિહાસ જાણી લઈએ

ભારતમાં હીંગ કેવી રીતે અને ક્યાંથી આવી તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. કેટલાક લોકોના મતે, હિંગ મુઘલ કાળ દરમિયાન ઈરાનથી ભારત પહોંચ્યું હતું. એક એવી પણ દલીલ છે કે ઈરાનથી ભારત આવતા સમયે કેટલાક આદિવાસીઓ તેમની સાથે લાવ્યા હતા. ધીરે ધીરે, હિંગને ભારતીય ભોજનની આદત પડી ગઈ અને અહીં આવી ગઈ. આયુર્વેદમાં હિંગનો ઉલ્લેખ ચરક સંહિતામાં જ જોવા મળે છે. આના આધારે, કેટલાક લોકો કહે છે કે ભારતમાં ઘણા વર્ષો પૂર્વેથી હિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સત્ય ગમે તે હોય. પરંતુ તેમાં કોઈ શંકા નથી, હિંગ વગર ભારતીયોનું ભોજન અને રસોડું બન્ને અધૂરું છે.

ભારત વિશ્વનો સૌથી મોટો હીંગ આયાતકાર દેશ છે

ભારતમાં હિંગની માંગ કેટલી છે? આ પરથી સમજી શકાય છે કે વિશ્વમાં તૈયાર થતી હિંગનો 40 થી 50 ટકા ભાગ ભારત એકલો ઉપયોગ કરે છે. દેશના લોકોના રસોડામાં પહોંચવા માટે અફઘાનિસ્તાન, ઈરાન અને ઉઝબેકિસ્તાનથી વાર્ષિક 1200 ટન કાચી હિંગ ખરીદવામાં આવે છે. સૌથી વધુ હીંગ ઈરાન અને અફઘાનિસ્તાનની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. અહીં હિંગનો છોડ ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ, ભારત દર વર્ષે 600 કરોડ રૂપિયાની કિંમતની હિંગની આયાત કરવામાં આવે છે, જે એક મોટી રકમ છે.

ભારતમાં હિંગની ખેતી કેમ શક્ય ન હતી?

એક અહેવાલ મુજબ, ભારતે એકવાર 1963 થી 1989 ની વચ્ચે હિંગની ખેતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આના માટે ક્યાંય કોઈ નક્કર પુરાવા નથી. 2017 માં હિંગના વધતા વપરાશ બાદ તેની ખેતીની માંગ ઉભી થઈ. આ માટે, એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને ઇરાનથી બીજ આયાત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) પાસેથી મંજૂરી મળ્યા બાદ આ બીજ વાવવામાં આવ્યા હતા. વધુ સંશોધનમાં એક વાત બહાર આવી કે બીજમાંથી અંકુરણનો દર માત્ર એક ટકા છે. એટલે કે 100 બીજમાંથી માત્ર એક જ છોડ ઉગે છે. આ એક મોટો પડકાર છે, જેનો ઉકેલ નિષ્ણાતો સતત શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ભારતમાં હિંગની પ્રથમ વખત ખેતી થઈ રહી છે!

પ્રાપ્ત માહિતી અનુસાર, હીંગના છોડને ખીલવા માટે અનુકૂળ વાતાવરણની જરૂર છે. હીંગ હિમાલયના પર્વતોમાં કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિ છે. હવે વૈજ્ઞાનિકો આ કુદરતી વસ્તુનો ઉપયોગ કૃત્રિમ ખેતી કરવા માટે કરી રહ્યા છે. આ ક્રમમાં, CSIR અને IHBT પાલમપુરે દેશમાં પહેલીવાર હીંગ ઉગાડવાનું કામ શરૂ કર્યું છે. IHBT ના ડિરેક્ટર સંજય કુમારે હિમાચલ પ્રદેશનો ઠંડો જિલ્લો એવા લાહૌલ અને સ્પીતીના કાવરિંગ ગામમાં હીંગ ઉગાડવાની પહેલ કરી છે. એ વાત તો નક્કી છે કે જો ભારતમાં હિંગનું વાવેતર શક્ય થશે તો વિદેશથી આયાત કરવામાં આવતી હિંગનું પ્રમાણ ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *