દયાભાભી હવે દેખાશે બિગ બોસ-15 માં, સાથે હશે આ વિવાદિત અભિનેત્રી…

News

બિગ બોસની દરેક સિઝન તેના પ્રતિયોગી અને તેમના ઝઘડાઓ, કોન્ટ્રોવર્સીના કારણે લોકોને ખૂબ પસંદ આવતી હોય છે. બિગ બોસની નવી સિઝનમાં કયા કન્ટેસ્ટન્ટ જોવા મળશે તેને લઈ ફેન્સમાં દર વર્ષે આતુરતા જોવા મળતી હોય છે. બિગ બોસ સિઝન -14મા રૂબીના દિલેક, રાહુલ વૈદ્ય, રાખી સાવંત, નિક્કી તંબોલી સહિતના કન્ટેસ્ટન્ટે દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું તેવામાં બિગ બોસ સિઝન -15ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અહીં સંભવિત કન્ટેસ્ટન્ટ્સના નામ છે જે બિગ બોસની આવનારી સિઝનમાં જોવા મળી શકે છે.

બિગ બોસ સિઝન 15માં કન્ટેસ્ટન્ટ્સના નામોની કાયમ ચર્ચા રહેતી હોય છે. સૂત્રોનું માનીએ તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફેમ દયાબહેન એટલે કે દિશા વાકાણી અને અભિનેત્રી રિયા ચક્રવર્તી બિગ બોસની સિઝન-15માં જોવા મળી શકે છે. આ બંને સિવાય અન્ય સેલેબ્રિટીના નામ પણ ચર્ચામાં આવી રહ્યા છે. જોકે આ નામ અંગે ઓફિશિયલી જાહેરાત થઈ નથી. જોકે, બિગ બોસની સિઝન -15માં દિશા વાકાણી, રિયા ચક્રવર્તી, પાર્થ સમથાન, અનુષ્કા દાંડેકરને અપ્રોચ કરવામાં આવ્યા છે.

સુરભી ચંદ્રા, કોમેડિયન કૃષ્ણા અભિષેક, મોહસીન ખાન, નિયા શર્મા જોવા મળી શકે છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત બાદ રિયા ચક્રવર્તી ખૂબ જ વિવાદમાં રહી હતી. NCBએ ડ્રગ્સ મામલે રિયાની ધરપકડ પણ કરી હતી. બિગ બોસ સિઝન-14ના રનરઅપ રાહુલ વૈદ્યની ગર્લફ્રેન્ડ ટેલિવિઝન અભિનેત્રી દિશા પરમાર બિગ બોસની સિઝન -15માં જોવા મળી શકે છે. બિગ બોસમાં આ વખતે સેલેબ્રિટીની સાથે સામાન્ય લોકો પણ જોવા મળી શકે છે.

દિશા વાકાણી, દિવ્યાંકા ત્રિપાઠી અને તેનો પતિ વિવેક દહીયા બિગ બોસની સિઝન-15માં એન્ટરટેઈનમેન્ટનો તડકો લગાવતા જોવા મળશે. નિયા શર્મા બિગ બોસના ઘરમાં જોવા મળશે તો શોમાં ગ્લેમરનો બુસ્ટર ડૉઝ મળશે. ગત વર્ષે આરતીસિંહે ભાગ લીધો હતો અને આ વર્ષે તેનો ભાઈ અને કોમેડિયન કૃષ્ણા અભિષેક પણ બિગ બોસમાં જોવા મળી શકે છે. નાગીન ફેમ એકટ્રેસ સુરભી ચંદ્રના પણ પોતાનો જલવો બતાવી શકે છે.

બાલિકા વધુ ફેમ નેહા મર્દા પણ બિગ બોસમાં જોવા મળશે. ખબરોનું માનીએ તો નવી ‘કસૌટી જિંદગી કી’ માં જોવા મળેલ અનુરાગ એટલે પાર્થ સમથાનનો પણ સંપર્ક કરાયો છે. ‘યે રિશ્તા કહેલાતા હૈ’ ફેમ મોહસીન ખાનનું નામ ચર્ચાઈ રહ્યુ છે. અનુષ્કાં દાંડેકરનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેત્રી સનાયા ઈરાની પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *