કોરોના રિકવર દર્દીઓ, જે ડાયાબિટીસ અને કો-મોર્બિટ બીમારીઓ ધરાવે છે તેઓ મ્યુકોરમાઈકોસિસના શિકાર બની રહ્યાં છે. આ બીમારી કોરોના કરતા પણ વધુ ધાતક છે. તેનાથી સાચવીને રહેવાની જરૂર છે. બ્લેક ફંગસની સાથે હવે વ્હાઈટ ફંગસના કેસ પણ ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. આવામાં મ્યુકોરમાઈકોસિસ અને વ્હાઈટ ફંગસ ક્યારે અને કેવા સંજોગોમાં થાય છે તે જોવુ બહુ જ જરૂરી છે.
કોરોના રિકવરી થયા બાદ મ્યુકોરમાઈકોસિસના અત્યાર સુધી જે કેસ આવ્યા છે, તે 52 દિવસ બાદ જોવા મળ્યા છે. પણ આ નવી જાતની બીમારી છે. તેથી 2 મહિના સુધી સાવચેત રહેવુ જોઈએ. જેટલુ જરૂર ખબર પડે તે જરૂરી છે. કોરોના બાદ વ્હાઈટ અને બ્લેક એમ બે પ્રકારના ફંગસ જોવા મળી રહ્યાં છે.
આ ફંગસ ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓને જલ્દીથી પોતાના શિકાર બનાવી રહ્યાં છે. કેમ કે, તે લોકો સ્ટીરોઈડ કેમિકલયુક્ત દવાઓ લે છે. વ્હાઈટ ફંગસ એ દર્દીઓ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે, જેઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
શું તે બાળકોને થઈ શકે છે:- નવજાત બાળકમાં વ્હાઈટ ફંગસ ડાયપર કેંડિડાસિસના રૂપમાં ઝપેટમાં લઈ શકે છે. જેમાં ઓફ વ્હાઈટ જેવા ડાઘા દેખાય છે. નાના બાળકોમાં તે ઓરલ થ્રસ્ટ કરે છે, તો મહિલાઓમાં તે લ્યૂકોરિયાનું મુખ્ય કારણ છે.
એક્સપર્ટસે ચેતવણી આપી છે કે, વ્હાઈટ ફંગસ ફેફસા ઉપરાંત શરીરના બીજા ભાગને પણ પ્રભાવિત કરે છે. તેમાં આંતરડા, પેટ, મૂત્રપિંડ, દિમાગ, જનનાંગ, મોઢું અને નખમાં સામેલ છે.
બ્લેક ફંગસ તેના ઉચ્ચ મૃત્યુદરને કારણે વધુ ખૌફ ફેલાવી રહ્યો છે. પણ વ્હાઈટ ફંગસ કેટલુ ઘાતક છે, તેના વિશે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પણ વ્હાઈટ ફંગસ શરીરના અંગોમાં બહુ જ તેજીથી ફેલાઈ શકે છે.
વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક:- કોવિડ રિકવર દર્દીઓમાં હવે વ્હાઈટ ફંગસનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવાય છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તબીબોનુ કહેવ છે કે, વ્હાઈટ ફંગસ અને કોવિડ 19 માં અંતર કરવુ બહુ જ મુશ્કેલ છે.
વ્હાઈટ ફંગલ ઈન્ફેક્શન પણ કોવિડની જેમ વ્યક્તિના ફેફસા પર એટેક કરે છે. વ્હાઈટ ફંગસથી ફેફસાના સંક્રમણથી સિસ્ટમ HRCT ટેસ્ટ કરવા પર કોરોના જેવો જ દેખાય છે. જેથી બંનેમાં અંતર સમજવુ મુશ્કેલ છે.