આ ઉપાય ગળા પરની કાળાશ દૂર કરીને કરશે એકદન ક્લીન…

Life Style

જો તમે ગળા પરની કાળાશથી પરેશાન છો અને તે કાળાશ દૂર નથી થઈ રહી તો આ પાંચ ટિપ્સ અવશ્ય અપનાવો. આ 5 ટિપ્સથી તમારા ગળા પરની કાળાશ ચોક્કસથી દૂર થશે. આકર્ષક દેખાવું કોને ન ગમે. એક આકર્ષક પર્સનાલિટી માટે લોકો પાર્લર અને સલૂન જતાં હોય છે. પરંતુ શું કામનું જો સારી પર્સનાલિટી હોય પણ ગર્દન પર કાળાશ હોય તો. જો તમારી ડોક પણ કાળી છે તો પર્સનાલિટી એક જ મિનિટમાં ડાઉન થઈ જશે. જો તમે આ સમસ્યાથી પીડાવ છો તો અહીં અમુક ઘરેલું ઉપાય અમે જણાવીશું. જેની મદદથી તમે પોતાની ગર્દનને એકદન ક્લીન કરી શકો છો.

1. બેસન, હળદર અને દૂધ:- એક વાટકીમાં એક ચમચી બેસન, એક ચમચી દૂધ અને એક ચપટી હળદરને એકદમ સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. પછી આ પેસ્ટને ગર્દન પર લગાવી દો. સુકાયા પછી પાણીથી સાફ કરી લો. આવું તમે એક સપ્તાહ સુધી કરો. તમારા ગળા પરની કાળાશ એકદન દૂર થઈ જશે.

2. બટાટા, ચોખા અને ગુલાબજળ:- એક વાટકીમાં બે ચમચી બટાટાનો રસ લઈ લો અને તેમાં બે ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. હવે તેમાં એક ચમચી ગુલાબજળ નાખો. આ તમામને સારી રીતે મિક્સ કરો અને ગર્દન પર અપ્લાય કરો. તેને 20 મિનિટ સુધી રહેવા દો. સુકાયા પછી પાણીથી સાફ કરી નાખો.

3. કાચુ પપૈયું, દહીં અને ગુલાબ જળ:- કાચુ પપૈયાના અમુક ટુકડાને મિક્સરમાં ક્રશ કરો. તેમાં ગુલાબજળ અને થોડું દહીં નાખીને પેસ્ટ બનાવી નાખો. 15 મિનિટ પછી સારી રીતે તેને રગડીને સાફ કરી નખો.

4. લીંબુ અને મધ:- એક વાટકીમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધને મિક્સ કરો. હવે આ મિશ્રણને ગર્દન પર અપ્લાય કરો. 10 મિનિટ પછી તેને ધોઈ નાખો. આ પ્રયોગ કરવાની ઘણો ફાયદો થશે.

5. બેસન અને લીંબુ:- એક વાટકીમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી લીંબુના રસમાં થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એકદમ સારી રીતે ગર્દન પર લગાવો. 10 મિનિટ સુધી તેને રહેવા દો. પછી ધીમે ધીમે મસાજ કરતા કરતા ગર્દનને સાફ કરો. આ ઉપાયથી સ્કીન સાફ થશે અને ગ્લો પણ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *