જેની સાથે પ્રેમ થયો તેમની જ સાથે લગ્ન કરીને સાચા પ્રેમની મિસાલ બન્યા આ અભિનેતાઓ…

Bollywood

શાહરુખખાન-ગૌરી ખાન: આ બોલિવુડના સ્ટાર કપલમાંથી એક છે. શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરીના અનેક કિસ્સા છે. જેને અભિનેતા અવારનવાર પોતાના ઈન્ટરવ્યૂમાં શેર કરે છે. શાહરુખખાન અને ગૌરી ખાનની પ્રેમ કહાની સ્કૂલના દિવસોમાં શરૂ થઈ હતી. જોકે શાહરુખ મુસ્લિમ પરિવારમાંથી હતા. તો ગૌરી એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી હતી. ગૌરીના પિતા તે સમયે આ લગ્ન માટે તૈયાર ન હતા.

તે સમયે શાહરુખ ખાન સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ આખરે તેમના પ્રેમની જીત થઈ. ઘણા પ્રયાસો પછી બંનેએ 26 ઓગસ્ટ 1991માં કોર્ટ મેરેજ કર્યા. કોર્ટ મેરેજ કર્યા પછી શાહરુખ અને ગૌરીના નિકાહ થયા હતા. આ દરમિયાન ગૌરીનું નામ આયશા રાખવામાં આવ્યું હતું. નિકાહ પછી બંનેએ 25 ઓક્ટોબર 1991માં હિંદુ રીત-રિવાજથી લગ્ન કર્યા. શાહરુખ-ગૌરીને આર્યન, સુહાના અને અબરામ નામના ત્રણ બાળકો છે.

જેકી શ્રોફ-આયશા શ્રોફ: ક્યૂટ લવ સ્ટોરીની યાદીમાં જેકી શ્રોફ અને આયશા શ્રોફનું નામ પણ છે. એક દિવસ જેકી શ્રોફ રસ્તાના કિનારે ઉભા હતા. ત્યારે તેમને 13 વર્ષની એક છોકરી સ્કૂલ યુનિફોર્મમાં બસમાં બેઠેલી જોવા મળી. જેકીને તે છોકરી સાથે પહેલી નજરે પ્રેમ થઈ ગયો. જેકીએ તેનું નામ પૂછી લીધું અને કહ્યું કે તે એક રેકોર્ડિંગ સ્ટોર બાજુ જઈ રહ્યા છે. શું તે તેમની પાસે આવવાનું પસંદ કરશે?. તેના પછી જેકીએ મ્યુઝિક આલ્બમ ખરીદવામાં તે છોકરીની મદદ કરી.

આ છોકરી બીજી કોઈ નહીં, પરંતુ આયશા હતી. જે આજે જેકીના પત્ની છે. પછી શું હતું બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. પરંતુ સમસ્યા એ હતી કે જેકી પહેલાંથી બીજી કોઈ છોકરી સાથે રિલેશનશીપમાં હતા. તેમની ગર્લફ્રેન્ડ અમેરિકામાં અભ્યાસ પૂરો કરવા ગઈ હતી. તેના પછી આયશાએ જેકીની પહેલી ગર્લફ્રેન્ડને પત્ર લખીને તમામ હકીકત જણાવી દીધી. બંનેએ 1987માં લગ્ન કરી લીધા. ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ તેમના બાળકો છે.

આયુષ્માન ખુરાના- તાહિરા કશ્યપ: આ કપલ પણ બોલિવુડના શાનદાર કપલમાંથી એક છે. તાહિરા કશ્યપ આયુષ્માન ખુરાનાની બાળપણની મિત્ર છે. આ બંનેનો પરિવાર પણ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. લગભગ 12 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2011માં આયુષ્માન ખુરાના અને તાહિરાએ લગ્ન કરીને પ્રેમની અનોખી મિસાલ રજૂ કરી હતી. બંનેના વિરાજવીર અને વરુક્ષા નામના બે બાળકો છે.

ઝાયેદ ખાન- મલાઈકા પારેખ: બોલિવુડ અભિનેતા હાલ ફિલ્મોથી દૂર છે. પરંતુ તેમની પ્રેમ કહાની પણ હંમેશા ચર્ચામાં રહી છે. ઝાયેદ ખાનને પણ બાળપણમાં જ પોતાનો પ્રેમ મળી ગયો હતો. તેમણે વર્ષ 2005માં ગર્લફ્રેન્ડ મલાઈકા પારેખ સાથે લગ્ન કર્યા હતા. ઝાયેદ ખાન અને મલાઈકાની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. બંને કોડાઈકેનાલ સ્કૂલમાં સાથે ભણતા હતા. અને સાથે જ અવર-જવર કરતા હતા. આજે ઝાયેદ ખાન અને મલાઈકા પારેખ બે બાળકોના માતા-પિતા છે.

વરુણ ધવન- નતાશા દલાલ: બોલિવુડ અભિનેતા વરુણ ધવને 24 જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા. તેણે અલીબાગના ધ મેન્શન હાઉસમાં નતાશાની સાથે સાત ફેરા ફરી લીધા. વરુણ ધવન અને નતાશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને બાળપણથી એકબીજાને ઓળખતા હતા. સ્કૂલમાં વરુણ ધવન અને નતાશા દલાલે એકસાથે અભ્યાસ કર્યો છે. બંનેએ ક્યારેય મીડિયા સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો. જોકે વરુણે લાંબી રિલેશનશીપ પછી નતાશા સાથે લગ્ન કરીને પ્રેમની મિસાલ પૂરી પાડી છે.

ઈમરાન ખાન- અવંતિકા મલિક: હાલ તો કપલ એકબીજાથી અલગ છે. પરંતુ ઈમરાન ખાન અને અવંતિકા મલિકની લવ સ્ટોરી પણ ઘણી ચર્ચામાં રહી છે. 19 વર્ષની ઉંમરમાં અવંતિકા મલિકની મુલાકાત ઈમરાન ખાન સાથે થઈ હતી. તે સમયે ઈમરાન લોસ એન્જેલસમાં અભ્યાસ કરી રહ્યો હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી ઈમરાન અને અવંતિકા મલિકના લગ્ન 2011માં થયા. બંનેની એક પુ્ત્રી ઈમારા છે. 2019માં જ બંનેના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Leave a Reply

Your email address will not be published.