આ 28 બોલીવુડ સ્ટાર્સ છે એક-બિજાના સંબંધીઓ અને આના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે

Bollywood

બોલીવુડ સાથે કેટલાક પરીવારોનો સંબધ હમેશાથી ચાલ્યો આવે છે. કેટલાય એવા પરીવાર છે જે એકબિજાના કોઈકને કોઈક રીતે સંબંધી છે. કેટલાક મોટા પરીવાર કે ભાઈ-બહેન વિશે તમને બધાને ખબર જ હશે. પણ અમે અહીંયા કેટલાક એવા બોલીવુડ સ્ટાર્સની વાત કરી રહ્યા છીએ જે એક બિજાની સાથે જોડાયેલા છે અને લગભગ તમને આની જાણ પણ નથી.

1. દિલીપ કુમાર અને અયૂબ ખાન

દિલીપ કુમારના ભાઈ, નાસિર ખાન, અભિનેતા અયૂબ ખાનના પિતા છે.

2. કરીના કપૂર અને શ્વેતા નંદા

કરીના કપૂરની ફઈ, શ્વેતા નંદાની સાસુ છે.

3. આલિયા ભટ્ટ અને ઈમરાન હાશ્મી

આલિયા ભટ્ટના પિતા, મહેશ ભટ્ટ અભિનેતા ઈમરાન હાશ્મીની માં નો કાકાનો દીકરો ભાઈ થાય છે, જે આલિયા અને ઈમરાનને ભાઈ-બહેન બનાવે છે.

4. રણવીર સિંહ અને સોનમ કપૂર

સોનમ કપૂરની નાની અને રણવીર સિંહના દાદા, ભાઈ બહેન હતા. એટલે આ બંને સ્ટાર્સ એકબિજાના ભાઈ-બહેન થાય છે.

5. અદિતિ રાવ હૈદરી અને કિરણ રાવ

અદિતી અને કિરણ બંને તેલંગણાના વાનાપર્થી પરીવારની રાજકુમારી છે. વાનાપર્થીના રાજા, જેપી રાવ, અદિતિના નાના થાય છે અને કિરણના દાદા થાય છે.

6. શબાના આઝમી, તબ્બૂ અને ફરાહ નાજ

શબાના આઝમીના ભાઈ, જમાલ હાશમી તબ્બૂ અને ફરાહ નાજ ના પિતા છે.

7. ફરહાન અને ઝોયા અખ્તર અને સાજીદ અને ફરાહ ખાન

સાજીદ અને ફરાહ ખાનની માં, મેનકા અને ફરહાન અને ઝોયા અખ્તરની માં ડેજી બન્ને બહેનો છે. એટલે આ ચારેય ભાઈ-બહેન થાય છે.

8. કાજોલ, રાની મુખર્જી અને અયાન

આ ત્રણેય સ્ટાર્સના પિતા કાકા-દાદાના ભાઈ હતા. જેના લીધે આ બધા ભાઈ-બહેન થાય છે.

9. શ્રદ્ધા કપૂર અને લતા મંગેશકર

શ્રદ્ધા પ્રખ્યાત ગાયક લતા મંગેશકર અને આશા ભોસલેની પૌત્રી થાય છે. શ્રદ્ધાના નાના આ બંને ગાયકોના કાકાનો દીકરો ભાઈ થતા હતા.

10. તનુશ્રી દત્તા અને વત્સલ શેઠ

વત્સલ શેઠએ હાલમાં જ ઈશિતા દત્તા સાથે લગ્ન કર્યા છે. ઈશિતા તનુશ્રી દત્તાની નાની બહેન છે. એટલે વત્સલ તનુશ્રી દત્તાનો જીજાજી બની જાય છે.

11. આમિર ખાન અને અલી ઝફર

પાકિસ્તાની અભિનેતા અને ગાયક અલી ઝફરના લગ્ન આમિર ખાનના દૂરના કાકાની દીકરી બહેન આયશા ફાજલી સાથે થયા છે. આ માટે અલી આમિર ખાનનો જીજા થાય છે.

12. શરમન જોષી અને પ્રેમ ચોપડા

શરમન જોષી એ પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા ચોપડા સાથે લગ્ન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *