પ્રેમની સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે સંકટના સમયમાં પણ પ્રેમી અને પ્રિમિકા એકબીજાનો સાથ છોડતા નથી. એકબીજાની સાથે હંમેશાં ઊભા રહે. સોશિયલ મીડિયા પર એક એવી જ લવ સ્ટોરી વાયરલ થઈ રહી છે. એક્સિડન્ટ બાદ બોયફ્રેન્ડને લકવા રોગ થઈ ગયો હતો. તો પણ બંનેએ લગ્ન કરવા હતા જોકે છોકરાના પિતાએ અલગ જાતિના હોવાના કારણે તેમને લગ્ન કરવાની ના પણ પડી હતી, પરંતુ તેમના પ્રેમ ને જોઈને પછી તે પણ માની ગયા. હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી આ વાયરલ સ્ટોરી શેર કરવામાં આવી છે. છોકરી દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે છોકરાનું નામ રાહુલ છે. રાહુલને તે નાનપણથી પ્રેમ કરતી હતી. 2008માં રાહુલે જણાવ્યું કે તે પણ તેને પ્રેમ કરે છે. 8 વર્ષો સુધી વાતો અને પ્રેમનો સિલસિલો ચાલતો રહ્યો. છોકરીએ પણ પ્રેમનો એકરાર કર્યો. ત્યારબાદ છોકરીના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયુ. પરંતુ, તેના થોડાં સમય પછી રાહુલ પણ રોડ એક્સિડન્ટનો શિકાર થઈ ગયો.
રાહુલની ઉંમર તે સમયે માત્ર 21 વર્ષ હતી. સંકટના આ સમયમાં કોઈપણ હિંમત હારી શકે છે પરંતુ છોકરીએ કહી દીધુ અમે બંને મળીને આ સંકટનો સામનો કરીશું. હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ રાહુલની સાથે રહી તેની દેખરેખ કરી. છોકરીએ પોતાના હાથથી છોકરાને જમાડતી અને નવડાવ્યો. આ દરમિયાન રાહુલે કહ્યું કે તારે જીવનમાં આગળ વધવુ જોઈએ, પરંતુ છોકરીએ સાથ ના છોડ્યો.
રાહુલ પરિવારની સાથે લખનૌ શિફ્ટ થઈ ગયો ચાર વર્ષ સુધી લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ ચાલી. ત્યારબાદ છોકરી રાહુલના પરિવારને મળવા લખનૌ ગઈ અને લગ્નની વાત કરી. પરંતુ ત્યારે રાહુલના પિતાએ અલગ જાતિના હોવાના કારણે લગ્નનો ઈન્કાર કરી દીધો. આ વાતથી છોકરીને મોટો આઘાત લાગ્યો. રાહુલ ફરી એકવાર રિહેબ સેન્ટર ચાલ્યો ગયો. પછી પરિસ્થિતિને જોઈને જાતેજ રાહુલના પિતા માની ગયા અને બંનેના સંબંધને મંજૂરી આપી દીધી. બંને વચ્ચે 12 વર્ષ સુધી ડેટિંગ ચાલી. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. રાહુલ કહે છે કે હું ભાગ્યશાળી છું કે મને તું મળી ગઈ.
ચંદીગઢ રિહેબ સેન્ટર દ્વારા રાહુલ અને તેના નાનપણના પ્રેમ અનામિકાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રાહુલે કહ્યું હતું કે જીવન કોઈના માટે અટકતું નથી તે ચાલતું જ રહે છે. જ્યારે અનામિકાએ જણાવ્યું હતું કે લોકોએ એ વાત સમજવી જોઈએ કે ડિસએબિલિટી તેમના મગજમાં હોય છે.