એડવેન્ચરના નામે બોયફ્રેન્ડે ઊંચી ટેકરી પર લઈ જઈને ગર્લફ્રેન્ડને ધક્કો માર્યો! જુઓ ચોંકાવનારો વીડિયો

ajab gajab

ક્યારેક સારું કરવાના ચક્કરમાં બધું ઊંધું થઈ જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને એડવેન્ચર આપવા માંગતો હતો. આ ચક્કરમાં તેનું બ્રેકઅપ થઈ ગયું. ખરેખર, એક પ્રેમી યુગલ એડવેન્ચર ટ્રીપ પર ગયું હતું. આ દરમિયાન બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને એવું ખતરનાક સાહસ કરાવ્યું, જેના કારણે તેણે પોતાના પ્રેમનો ભોગ આપવો પડ્યો. બોયફ્રેન્ડની એડવેન્ચર ટ્રીપ એટલી બધી ખતરનાક હતી કે ગર્લફ્રેન્ડે પળવારમાં બ્રેકઅપ કરી લીધું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બંને લવ કપલ બંજી જમ્પિંગ માટે એક ઉંચી ટેકરી પર ગયા હતા. જોકે, બંને ત્યાં પહોંચ્યા ત્યારે ઊંચાઈ જોઈને પ્રેમિકાએ કૂદવાની ના પાડી હતી. તે આટલી ઊંચાઈ પરથી કૂદવા માટે માનસિક રીતે તૈયાર નહોતી. આ પછી પણ બોયફ્રેન્ડ ના માન્યો. પહેલા તો તે તેને બંજી જમ્પિંગ માટે સમજાવતો રહ્યો, પરંતુ ગર્લફ્રેન્ડ તૈયાર ન થઈ અને ઊંચાઈ જોઈને તેની હાલત ખરાબ થવા લાગી. આ પછી પણ બોયફ્રેન્ડ તેને આ એડવેન્ચર ની મજા લેવરાવવા માટે મક્કમ હતો.

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવાને વગાડ્યો પોતાના દાદાના નામનો ડંકો, ઓડીથી લઈને જીપ સુધી ગાડી નો “MUKHI” નંબર લેવા ખર્ચે છે લાખો રૂપિયા, જાણો MUKHI નંબર લેવા પાછળનું રસપ્રદ કારણ…

ગર્લફ્રેન્ડે કરી નાખ્યું બ્રેકઅપ!
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડ પૂરી રીતે જમ્પ મારવા તૈયાર થાય તે પહેલા જ તેને ધક્કો મારી દીધો હતો. બીજી જ ક્ષણે તે હવામાં લટકતી જોવા મળે છે અને આ દરમિયાન તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં પ્રેમિકાના ચક્કા છૂટી ગયા હતા અને તેની ચિસ્સો સંભળાઈ રહી હતી. આ ખતરનાક જમ્પ પર ધક્કો મારવાથી તે એટલી સ્તબ્ધ અને ગુસ્સે થઈ ગઈ કે તેણે હવામાં જ તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપની જાહેરાત કરી હતી. આ વીડિયો @MorissaSchwartz નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ હચમચી ગયા છે.

અચાનક આકાશમાંથી ઊડતું પક્ષી આવ્યું અને ટેબલ પર પડેલા પીઝા લઈને ઉડી ગયું, લોકો વિડીયો જોઈને આશ્ચર્યમાં પડી ગયા, જુઓ ચોંકાવનારો વિડીયો…

વિડિયો જુઓ-

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે રીતે પ્રેમીએ પ્રેમિકાને સેંકડો ફૂટની ઉંચી ટેકરી પરથી ધક્કો માર્યો અને એવી જોરદાર ચીસો સંભળાઈ કે જે આખા વાતાવરણમાં સંભળાઈ. તમે ગર્લફ્રેન્ડની ચીસો સાંભળી શકો છો જ્યારે તેણીએ કહ્યું હતું કે, ‘હું તારી સાથે બ્રેકઅપ કરું છું’ અથવા ‘હું તારી સાથે બ્રેકઅપ કરવા જઈ રહી છું’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *