લગ્નમાં દુલ્હનની એન્ટ્રી તો તમે અનેક જોઈ હશે પણ આવી ક્યારેય નઈ જોઈ હોય, જોઈને તમે પણ ચોકી જશો., જુઓ વિડિયો…

Story

આજકાલ લગ્નોની સીઝન ચાલી રહી છે તેમાં લોકો કંઈક નવું કરતા હોય છે જેથી લગ્ન યાદગાર રહે. લગ્નમાં થયેલા ખર્ચાઓ અને ફ્રિલ્સના આધારે લોકો નક્કી કરે છે કે લગ્ન કેટલા સારા હતા. નવા ટ્રેન્ડમાં દુલ્હનની એન્ટ્રી પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. કોઈક તેના ભાઈઓ સાથે એન્ટ્રી લેય છે તો કોઈક ઝુલામાં બેસીને આવે છે અથવા કોઈક સ્મોક બૉમ્બ ફોડી કંઈક નવી રીતે એન્ટ્રી લેય છે.

હાલમાં એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હન એન્ટ્રીની કંઈક અલગ જ રીત અપનાવે છે. જેમાં દુલ્હન આકાશમાંથી સીધી નીચે ઉતરીને લગ્ન સ્થળે પહોંચી રહી છે.

વિડીઓમાં જોઇ શકાય છે કે, લગ્નમાં આવેલા મહેમાનો લગ્નના વેન્યુ પર પહોંચવા માટે કન્યાની રાહ જોઇ રહ્યા છે, જ્યારે સફેદ ડ્રેસમાં એક પરી આકાશમાંથી સફેદ ફુગ્ગાઓ પર સવારી કરતી દેખાય છે. ફુગ્ગા નીચે આવતા જ લોકોને ખબર પડી કે તે કન્યા છે, જે લગ્ન માટે આકાશમાંથી સીધી નીચે ઉતરી રહી છે. દુલ્હન 250 હિલિયમ બલૂન પર ઉતરી હતી, સામાન્ય રીતે વિદેશમાં દુલ્હન તેમના પિતા સાથે લગ્નના સ્થળે આવે છે. તેની સાથે તેના સંબંધીઓ, મિત્રો અને નજીકના લોકો હાજર હોય છે.

આ વિડિઓને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને તેને 40 લાખ લોકોએ જોયો છે. ડોલ્સ એન્ડ ગબન્ના વેડિંગ ગાઉનમાં સજ્જ, દુલ્હન હવામાં ફુગ્ગાઓ દ્વારા નીચે ઉતરતી જોવા મળી રહી છે. તેના કપાળ પર હીરાનો મુગટ છે અને તે એક પરી જેવી દેખાય રહી છે. આ એન્ટ્રી જોઈને મહેમાનો દંગ રહીગયા.

Leave a Reply

Your email address will not be published.