ઉપવાસ માટે સ્પે ફરાળી બફાવડા

Recipe

સામગ્રી –

૧ કિલો બટાકા

૫૦ ગ્રામ શિંગોડા નો લોટ

૫૦ ગ્રામ અધકચરેલા સીંગદાણા

૫૦ ગ્રામ આદુ-લીલાં મરચાંની પેસ્ટ

૨ ચમચી વરિયાળી

૨ ચમચી તલ

સ્વાદાનુસાર ખાંડ

સ્વાદાનુસાર લીંબુનો રસ

સ્વાદાનુસાર સિંધવ મીઠું

તળવા માટે તેલ

રીત –

બટાકા બાફીને છાલ ઉતારી મેશ કરી માવો બનાવો, તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સીંગદાણાનો ભૂકો, તલ, વરિયાળી, ખાંડ, લીંબુનો રસ, સિંધવ મીઠું, શિંગોડાનો લોટ રગદોળીને મિક્સ કરી તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન રંગનાં ડીપ ફ્રાય કરો અને કેરીની મીઠી ચટણી સાથે સર્વ કરો.

કેરીની મીઠી ચટણી બનાવવા માટે –

કાચી કેરીને છોલી એનાં ટુકડા કરી મિક્ષરનાં મોટા જારમાં નાખો, તેમાં જીરૂ, લાલ મરચું, સિંધવ મીઠું, ગોળનો ભૂકો અથવા ખાંડ બધું સ્વાદાનુસાર ઉમેરી પાણી ઉમેરી ક્રશ કરી કેરીની ચટણી તૈયાર કરી છે.

Nigam Thakkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *