તમામ માતા પિતા એમ ઈચ્છતા હોય છે કે તેમની પુત્રીના લગ્ન એક સારા વ્યક્તિ સાથે ખુબ જ ધૂમધામથી થાય. પરંતુ શું તમે જાણો છો કે એક દેશ એવો પણ છે જ્યાં બેટીઓને બજારમાં વેચવામાં આવે છે? ચોંકી ગયાને. આજે અમે તમને એવા દેશ વિષે જણાવીશું જ્યાં બજારમાં બેટીઓને શાદી માટે વેચવામાં આવે છે. અને ત્યાં બોલી પણ લાગે છે. એટલુ જ નહીં પણ માતા પિતા જ બેટીઓને તે બજારમાં લઈ જાય છે.
બેટીઓને માતા પિતા દુલહ્નના બજારમાં લઈ જાય છે. આ બજારમાં દુલ્હનના બધા જ ખરીદદાર હોય છે. આ બધા જ ખરીદદાર દુલ્હનની બોલી લગાવે છે. જે સૌથી વધારે બોલી લગાવે છે, માતા પિતા તેની સાથે લગ્ન પાક્કા કરી દે છે.
બુલ્ગારિયાના સ્તારા જાગોર નામની જગ્યા પર વર્ષમાં ચાર વખત દુલ્હનોનું બજાર લાગે છે. અહીં આવનારા દુલ્હા પોતની પસંદની દુલ્હન ખરીદીને પત્ની બનાવે છે. એક રિપોર્ટ અનુસાર અહીં આવનારી છોકરીઓની ઉંમર 13થી 20 વર્ષ હોય છે.
દુલ્હનોનું બજાર કલાઈદઝી સમુદાય લગાવે છે. અહીં કોઈ બહારનો વ્યક્તિ દુલ્હન ખરીદવા ના આવી શકે. એક રિપોર્ટ અનુસાર આ સમાજમાં લગભગ 1800 લોકો છે. કહેવામાં આવે છે કે આ સમાજનની યુવતીઓને આ પરંપરાથી કોઈ તકલીફ નથી. કારણ કે પહેલાથી જ યુવતીઓને આ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.
મળેલી માહિતી અનુસાર, આ સમુદાયના લોકો પોતાની પુત્રીઓને 13-14 વર્ષની ઉંમરથી જ સ્કૂલથી કાઢી નાખે છે. કહેવામાં આવે છે કે દુલ્હનોના બજારમાં જતી છોકરીઓને ઘરના કામ આવડવા જોઈએ અને તેની ઉંમર નાની હોવી જોઈએ. એ જ કારણ છે કે અહીં આવતી છોકરીઓ મોટા ભાગે સગીર વયની હોય છે.
જ્યારે કોઈ છોકરાની છોકરી પસંદ આવે છે તેના પછી સોદાની રકમ નક્કી કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ બજારમાં છોકરીઓનો સોદો 300થી 400 ડૉલરમાં થાય છે.
દુલ્હનના બજારમાં જવા માટે છોકરીઓ કેટલાક દિવસ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરતી હોય છે. વધારે રૂપિયા માટે તેઓને સુંદર દેખાવુ ખુબ જ જરૂરી બની જાય છે.તે માટે તે સારા કપડા અને મેકઅપમાં બજારમાં જતી હોય છે.
બજારમાં છોકરી પસંદ આવ્યાં બાદ છોકરો તેને પોતાની પત્ની માની લે છે. ત્યાર બાદ બન્નેના માતા-પિતાએ તેમના લગ્ન માટે રાજી થવું પડે છે. બન્ને પરિવારો વચ્ચે ઘર-બાર અને કામ-ધંધા અંગે થાય છે વાતચીત.