વિદેશોની લાખો રૂપિયાની નોકરી છોડીને વડોદરા આવી ને શરૂ કરી ટ્રેન જેવી અનોખી રેસ્ટોરાં

Business Recipe

વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલા આઇનોક્સ થિયેટર પાસે લા પિત્ઝા ટ્રેનો નામની રેસ્ટોરાં શરૂ થઈ છે. આમ તો શહેરમાં આ રેસ્ટોરાં ઘણાં વર્ષોથી ચાલે છે, પણ હવે નવા સ્થળ, લુક અને થીમ સાથે એને તૈયાર કરવામાં આવી છે. આ રેસ્ટોરાં ટ્રેનની થીમ પર તૈયાર કરવામાં આવી છે. અહીં જમવા આવતા ગ્રાહકોને ટ્રેનમાં બેસીને જમવાનો સંપૂર્ણ અનુભવ થાય છે. અહીં ટ્રેનનો કોચ અને એન્જિનની થીમ બનાવવામાં આવી છે. લોકો ટ્રેનના કોચમાં બેસીને જમી શકે છે.
3 ફૂટનો આ યુવક જીવે છે રાજા જેવું જીવન, એક સમયે ફૂટપાથ પર ગીતો સંભળાવીને પરિવારનું કરતો હતો ભરણપોષણ

અમે આખો કોચ તૈયાર કર્યો છે
વડોદરાના નટુભાઈ સર્કલ પાસે આવેલી લા પિત્ઝા ટ્રેનોના સંચાલક મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે 2015થી અમે લા પિત્ઝા ટ્રેનો રેસ્ટોરાં ચલાવીએ છીએ. હવે અમે નવા લુક અને નવી થીમની સાથે નવા સ્થળે રેસ્ટોરાં શરૂ કરી છે. અમે ટ્રેનની થીમ તૈયાર કરી છે, જેના માટે ટ્રેનનો કોચ બનાવ્યો છે. જેથી કરીને વડોદરાના ફૂડના શોખીનોને થાય છે કે તેઓ ટ્રેનની અંદર બેસીને લંચ કે ડિનર લે છે.

એક સ્થળે બધુ ખાવાનું મળશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો હેતુ એ છે કે એક જ રેસ્ટોરાંમાં લોકોને બધું જ ખાવા મળી જાય. અમારે ત્યાં સૂપથી લઈને સલાડ, ચાટ, સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ, પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ડેઝર્ટ મળે છે અને હવે અમે બાર્બેક્યુ સ્ટાર્ટ કર્યું છે. લોકોને એક જ જગ્યાએ બધું જ જમવાનું મળી જાય એ અમારો પ્રયાસ છે.

શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કર્યો
તેમણે ઉમેર્યું હતું કે હું વર્ષોથી હોટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયલો હતો અને યુકે, યુએસ અને કેનેડામાં નોકરી કરતો હતો, પરંતુ આ દરમિયાન મને વિચાર આવ્યો કે મારી સ્કીલનો હું મારા માટે વાપરું, જેથી હું 2015માં ભારત આવી ગયો અને મે કંઇક નવું કરવાનું નક્કી કર્યું અને ફૂડ ડિલિવર ટ્રેન તૈયાર કરી અને પિત્ઝા ટ્રેનની રેસ્ટોરાં શરૂ કરી હતી. હાલ વડોદરા ઉપરાંત સુરત અને અંકલેશ્વરમાં પણ અમે રેસ્ટોરાં ચલાવીએ છીએ.

ટ્રેન દ્વારા પિત્ઝા પીરસવામાં આવે છે
આ રેસ્ટોરાંમાં જમવા માટે આવતા લોકો જુદા જ પ્રકારનો નવો અનુભવ કરે છે. સૌપ્રથમ અહીં વેઇટર દ્વારા ગ્રાહક પાસેથી ઓર્ડર લેવામાં આવે છે. ત્યાર બાદ ઓર્ડર પ્રમાણે પેન્ટ્રીમાંથી પિત્ઝા બહાર લાવી તેને ટ્રેન સાથે રહેલી ટ્રેમાં મૂકવામાં આવે છે. ટ્રેન મારફત પિત્ઝાને લોકો પાસે મોકલવામાં આવે છે. પિત્ઝા ટેબલ પર પહોંચે ત્યારે વેઇટર દ્વારા પિત્ઝા ગ્રાહકને પીરસવામાં આવે છે અને લોકો એનો આનંદ માણે છે. આ ટ્રેનને વાઇફાઇ દ્વારા લેપટોપથી ઓપરેટ કરવામાં આવે છે, જેમાં જે ટેબલ સિલેક્ટ કરે ત્યાં ટ્રેન ઊભી રહે છે.

પહેલીવાર આવો અનુભવ થયો
રેસ્ટોરાંમાં લંચ માટે આવેલા શિભા દાસે જણાવ્યું હતું કે ટ્રેનમાં બેસીને જમતા હોય એવો મને પહેલીવાર અનુભવ થયો છે. ફૂડ પણ સારું છે. ખૂબ જ સરસ અનુભવ રહ્યો. કંઇક નવું લાગ્યું છે, જેને અમે એન્જોય કરી રહ્યા છીએ. ગ્રાહક નિપ્રા પંડ્યાએ જણાવ્યું હતું કે અમે અહીં પહેલીવાર જમવા માટે આવ્યાં છીએ અને ખૂબ મજા આવી છે.

પહેલીવાર ટ્રેનમાં બેસીને જમ્યા
ગ્રાહક જાનવી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે બહુ સારું લાગ્યું છે, પહેલીવાર વડોદરામાં જોયું કે ટ્રેનમાં બેસીને જમવાનું. સારી ફીલિંગ આવે છે, જમવાની ક્વોલિટી પણ સારી છે. ગ્રાહક આર્યન પટેલે જણાવ્યું હતું કે અમે પરિવાર સાથે અહીં જમવા માટે આવ્યા છીએ. આ રેસ્ટોરામાં ટ્રેનની ખૂબ જ સરસ થીમ બનાવવામાં આવી છે. અહીં ખૂબ જ સારો અનુભવ થયો છે. બીજીવાર પણ જમવા માટે આવીશું.
1 થી 8 ડિસેમ્બર વચ્ચે લગ્ન કરનારાઓનો પરિવાર પડ્યો મુશ્કેલીમાં, અમુકને તો શહેર જ બદલવું પડ્યું, જેના ઘરમાં લગ્ન છે એ આ બાબતોનું ખાસ ધ્યાન રાખે

Leave a Reply

Your email address will not be published.