બોલિવૂડમાં કિસ્મત કયારે કોને ઉંચે લઇ જાય અને કયારે કોને જમીન પર લાવી મૂકે તેના વિશે કોઈ કહી શકાતું નથી. સમય જતાં અહીં બધું બદલાય છે. ક્યારેક ઉપર અને ક્યારેક નીચે. પરંતુ આ બધાની વચ્ચે જો કોઈએ બધાની હાલત ખરાબ કરી હોય તો તે કોરોના વાયરસ છે. કોરોના વાયરસને કારણે આખું વિશ્વ લગભગ 3 મહિના માટે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. આ સમય દરમિયાન, ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી હતી, ઘણાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
વિશ્વભરના લાખો લોકોની નોકરી છીનવાય ગઈ હતી. કોરોના વાયરસે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને પણ પાયમાલ કરી મુકી છે. આ પછી, ઘણા નાના ટીવી કલાકારો બેરોજગાર છે અને શાકભાજી અથવા ફળો વેચી રહ્યા છે અથવા બીજું કંઇક કરી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. અમે તમને આ કોરોનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા કલાકાર વિશે જણાવી રહ્યા છીએ. આસિસ્ટન્ટ કેમેરોન સુચિસ્મિતા રાઉત્રેની પણ કોરોનાને લીધે ખરાબ હાલત છે.
સુચિસ્મિતા રાઉત્રેની વાત કરીએ તો તેણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા બોલિવૂડના મોટા કલાકારો સાથે કામ કર્યું છે. પરંતુ આજે તેમની સ્થિતિ એવી છે કે પોતાનું જીવન જીવવા માટે આજે તેઓએ મોમોઝ વેચવા પડે છે. ઘણી મોટી ફિલ્મોમાં કેમેરાની પાછળ ઉભા રહીને તેનું હુન્નર દેખાડનાર સુચિસ્મિતાને હવે પેટ ભરવા માટે મોમોસ વેચવાની ફરજ પડી છે. હવે તેની જિંદગી એવી બની ગઈ છે કે તે આ કામથી દિવસમાં માત્ર 300-400 રૂપિયા કમાય છે.
સુચિસ્મિતા રાઉત્રેએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ લોકડાઉન નહોતું ત્યારે તે પહેલાં તેના જીવનમાં બધુજ સારું ચાલતું હતું. તે સમયે તેની પાસે ખૂબ સારી નોકરી પણ હતી. આ સિવાય તેમને ઘણી નવી જગ્યાએથી તકો પણ મળી રહી હતી. પરંતુ કોરોના વાયરસના આગમન સાથે, તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ વાયરસથી તેના જીવનમાં પાયમાલી સર્જાઇ હતી. તેણે ફક્ત આ કોરોનાથી તેની બધી કમાણી જીવન નિર્વાહમાં ખર્ચાય ગઈ અને હવે તેને પોતાનું ગુજરાન ચલાવવા માટે રોડ પર મોમોસ વેચવા પડે છે.
સુચિસ્મિતાએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે જ્યારે તેનો અભ્યાસ પૂર્ણ થયો ત્યારે તેણે ઓડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. આ પછી, તે 2015 માં કામ કરવા માટે મુંબઈ આવી હતી. અહીં આવ્યા પછી, ધીમે ધીમે તેઓને કામ મળવાનું શરૂ થયું. આ પછી, તેણે લગભગ 6 વર્ષ મુંબઇમાં સહાયક કેમેરા વ્યક્તિ તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ કોરોનાએ તેનું જીવન પલટાવ્યું. તેઓએ કામ મળવાનું બંધ થઇ ગયું. આ પછી, તેણે ફરીથી ઓરિસ્સા જવું પડ્યું. સુચિસ્મિતા તેના ઘરની એકમાત્ર કમાણી કરનાર છે અને તે આજકાલ ગરીબીમાંથી પસાર થઈ રહી છે.
આટલું જ નહીં સુચિસ્મિતા ઉપરાંત પણ એવા ઘણા કલાકારો છે જેમને મદદની જરૂર છે. આવા ઘણા નાના કલાકારો આજે બે ટકનાં ભોજન માટે મજૂરી કરી રહ્યા છે. પરંતુ કોઇને ક્યાંયથી કોઈ મદદ મળી નથી. આજે જેમની સાથે તેમણે કામ કર્યું તે મોટા સ્ટાર્સ તેને ઓળખતા નથી.