વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જ્યાં દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યાં દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં ’56 ઈંચની થાળી’ ખાવાનો મોકો મળશે અને તેની સાથે જ બે લોકોને કેદારનાથ જવાનો અવસર પણ મળશે, રેસ્ટોરન્ટ પોતાના તરફથી બે લોકોને કેદારનાથ મંદિરમાં દર્શન કરવાની તક આપશે. કર્નોટ પ્લેસ સ્થિત આડરેર 2.1 નામની રેસ્ટોરન્ટ તરફથી ઓફર 17 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર સુધી રહેશે.
રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલરાએ કહ્યું કે ‘જે કોઈ આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બરની વચ્ચે વડાપ્રધાનના જન્મદિવસના અવસર પર આવશે, અમે તેને વડાપ્રધાનના પ્રિય સ્થળ કેદારનાથ મંદિરમાં દર્શન કરવા મોકલીશું. જેમ પીએમ મોદી દેશનું ભલું કરી રહ્યા છે તેમ અમે બે લોકોનું ભલું કરવા માંગીએ છીએ.
Delhi-based restaurant to launch '56inch Modi Ji' Thali on PM's birthday
Read @ANI Story | https://t.co/wK6pTobYj7#PMModi #PMModiBirthday pic.twitter.com/re6XMvnyrQ
— ANI Digital (@ani_digital) September 15, 2022
તેમણે કહ્યું કે જેમ વડાપ્રધાનની 56 ઈંચની છાતી છે એમ જ અમારી રેસ્ટોરન્ટમાં પણ 56 ઈંચની થાળી છે. જેમાં 32 થી 33 વ્યંજનો છે. જો 40 મિનિટમાં બે લોકો આ થાળી ખાય લે તો સાડા આઠ લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પ્લેટ અમારી રેસ્ટોરન્ટમાં પહેલેથી જ છે. જે સમય અનુસાર બદલાતી રહે છે. તેમણે વધુમાં કહ્યું કે અમે બે લોકોને લકી ડ્રો દ્વારા કેદારનાથ મોકલીશું. જેમને દર્શન કરવા જવાની તક મળી નથી અથવા જેમની પાસે દર્શન કરવા જવાના પૈસા નથી તેમને આ તક આપવામાં આવશે.