દરેક સફળ વ્યક્તિની પાછળ એક દુખદાયક વાર્તા છુપાયેલી હોય છે. કોઈ પણ મનુષ્યને આટલી સરળતાથી સફળતા નથી મળતી, કારણ કે એવું કહેવામાં આવે છે કે હીરાને જેટલો ઘસવામા આવે તેટલો જ તેજસ્વી બને છે અને મનુષ્યમાં પણ એવું જ થાય છે. જે વ્યક્તિ ઠોકર ખાઈને એકલા ચાલે છે તે સૌથી વધુ શીખી જાય છે અને સફળ બને છે. આ તે સ્ત્રીની વાર્તા છે જેણે પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને આજે સફળતાની ટોચ પર છે.
એક મહિલા જેની કંપની અને બ્રાન્ડ આજે દેશ-વિદેશમાં જાણીતી છે. તેનું નામ ચિનુ કલા છે. તમને જણાવી દઈએ કે જ્યારે ચિનુ માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે તેની પિતા સાથે લડાઈ થઈ હતી અને પરિણામ ત્યાં સુધી પહોંચ્યું હતું કે તેમને ઘર છોડી દેવાનુ કહેવામાં આવ્યુ. ક્યા જવુ તે વિશે તે જાણતી ન હતી. રાત્ર તેણે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર પસાર કરી.
વાતચીત દરમિયાન ચિનુએ કહ્યું કે હું ખૂબ જ જીદ્દી છું. તેથી ઘરેથી નીકળતી વખતે મને કંઇ સમજાયું નહીં. તે સમયે મારા ખિસ્સામાં ફક્ત ૩૦૦ રૂપિયા હતા. સતત હું વિચારતી હતી કે ૩૦૦ રૂપિયા પૂરા થયા પછી હું ક્યાં જઈશ અને ક્યાં રહીશ. તે જ સમયે સ્ટેશન પર એક મહિલા મુસાફરે તેને જોઈ અને તેની સાથે વાત કરી. વાતચીત પછી મહિલાએ જીદ કરી કે તે ઘરે જાય. ત્યારબાદ તેણે કહ્યું કે તેની પાસે ઘરેજવાનો કોઈ વિકલ્પ નથી.
આખરે મહિલાએ ચિનુને મદદ કરવાનું વિચાર્યું. તેમણે તેમને એક સરનામું આપ્યું હતું જ્યાં ચિનુને થોડા રૂપિયામાં નોકરી મળી શકે અને એક હોસ્ટેલ વિશે પણ કહ્યું હતું જ્યાં ચિનુ ૨૫ રૂપિયા આપીને રહેતી હતી. ત્યારબાદ ચિનુએ સેલ્સ ગર્લ તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને તે જ હોસ્ટેલમાં દરરોજ ૨૫ રૂપિયામાં રહેવાનું શરૂ કર્યું.
ચિનુ ને સેલ્સગર્લ તરીકે કામ કરવું એક મોટો પડકાર હતો કારણ કે તેમાં સફળ થવું ખૂબ મુશ્કેલ છે. આ કાર્યમા મોટાભાગના લોકો દરવાજા પર તમારું અપમાન કરે છે .દરરોજ આ કામ કરવું તેમના માટે એક મોટી સમસ્યા હતી. પરંતુ આ કામ દ્વારા જ ચિનુએ એટલો અનુભવ મેળવ્યો કે તે પોતાના જીવનમાં સફળતાનું કારણ બની ગયું. સેલ્સ ગર્લ તરીકે કામ કરવા ઉપરાંત ચિનુએ ટેલી-કોલર, મેક-અપ આર્ટિસ્ટ, વેઇટ્રેસ અને રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.
તેને દરેક કાર્ય સાથે થોડો અનુભવ મળ્યો અને ખાસ કરીને વેચાણની કળામા ઘણું શીખ્યા મળ્યું. ચિનુએ વર્ષ ૨૦૦૪ માં લગ્ન કર્યા. લગ્ન પછી તેના પતિ અને કેટલાક મિત્રોએ તેને ગ્લેડ્રેગ્સ મીસીસ ભારતની સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું. ચિનુ કહે છે કે હું આ સ્પર્ધા જીતી શકી નહીં, પરંતુ મેં સ્ત્રીના જીવનમાં ફેશન અને તેનાથી જોડાયેલી વસ્તુઓ અને મોડેલનો ચહેરો બહાર લાવવા માટે તેના મહત્વ વિશે શીખ્યા. ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે હું આ ક્ષેત્રમાં મારો વ્યવસાય કરી શકું છું.
તે પછી ચિનુએ વર્ષોથી બચાવેલા પૈસાથી તેની પોતાની બ્રાન્ડ “રુબન એસેસરીઝ” લોંચ કરવાનું નક્કી કર્યું. તેના અનુભવોથી જલ્દી તેની બ્રાન્ડમાં ખ્યાતિ આવી. જે પછી ચિનુએ ક્યારેય પાછળ જોયુ ન હતું. હાલમાં રૂબન એસેસરીઝે એથનિક અને વેસ્ટર્ન જ્વેલરીમાં બે હજારથી વધુ ડિઝાઇનની વિશાળ શ્રેણી ઓફર કરી છે, જેની કિંમત ૨૨૯ રૂપિયાથી ૧૦,૦૦૦ સુધી છે. કેરળના કોચિ શહેરમાં ચિનુ ના આઉટલેટ્સની સાથે તેમના જ્વેલરી ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. તેની કંપનીની આવક હવે ૧૫ કરોડને વટાવી ગઈ છે. આ રીતે ચિનુની વાર્તા વિશે જાણવા મળ્યું, કેવી રીતે ૧૫ વર્ષની છોકરીએ પોતાની મહેનતના જોરે પોતાના જીવનમાં સફળતા મળે છે. તેમની વાર્તા લોકો માટે પ્રેરણારૂપ છે.