અમેરિકાથી આવેલી સરોજને લગ્ન કરવા હતા, પરિવારજનોને પણ તેની ઉતાવળ હતી પણ લગ્ન થતા નહોતા. એકાદ ખોડખાંપણને કારણે તેને મનગમતો મુરતિયો મેળવવામાં તકલીફ પડતી હતી. તેઓ બે-ત્રણ વાર જાહેરાત પણ આપી ચુક્યા હતા અને ગુજરાત પણ આવી ગયા હતા પણ કંઇ જામતું નહોતું.
કોઇ પરિચિતે તેમને ચૂડેલ માતાના મંદિરે જઇ બાધા રાખવા જણાવ્યું. પહેલાં તો સરોજના પરિવારજનોએ વાતને જ ઉડાવી દીધી પણ પ્રયાસ કરવામાં શું જાય છે? એમ વિચારી ચૂડેલ માતાના મંદિરની મુલાકાત લઇ બાધા રાખી. થોડા દિવસ બાદ સરોજ માટે સામેથી માગુ આવ્યું. સરોજને એ યુવાન પહેલી નજરે જ પસંદ પડી ગયો. તે યુવાને પણ સરોજને તેની ખામીઓ સાથે સ્વીકારી લીધી. આજે બન્ને ખુશ છે અને અમદાવાદ આવે ત્યારે તે મંદિરે જવાનું જરાય ચૂકતા નથી.
અમદાવાદ જિલ્લાના સાંણદ તાલુકાના ઝાંપા ગામ. સાણંદથી 35 કિલોમીટર દુર આવેલુ છે ઝાંપા ગામમાં ચુડેલ ફઈ બાનુ મંદિર આવેલું છે. આ ગામના લોકોનુ માનવુ છે કે, અહી 20 વર્ષ પહેલા કોઈ દિવસે પણ નિકળી શકતુ ન હતુ. કારણ કે ત્યા કોઈ વ્યક્તિ આવીને ડરાવતી હતી. પરંતુ એક દિવસ ચુડેલ ઝાપાગામના આત્મારામ ભાઈએ જોઈ. જોકે આત્મારામભાઈ ડરયા નહી પરંતુ તેનુ સ્વરૂપ જોયુ અને આત્મારામ ભાઈએ તેને બેન બનાવી. ત્યારથી એક નાનુ મંદિર બનાવ્યુ, અને આત્મારામભાઈએ બેન બનાવી જેના કારણે ગામ વાસીઓ તેને ચુડેલ ફઈબા કહે છે.
ત્યારથી લઈ આજ દિવસ સુધી આજ જગ્યા પર કોઈ ડરાવતુ નથી પરંતુ મનોકામના પૂર્ણ થાય છે.ભુવા આત્મારામભાઈનુ ખેતરની બાજુમાં જ મંદિર બનાવ્યુ. જોકે ચુડેલ ફઈબાના મંદિરે લોકો માનતા રાખવા અને પૂર્ણ કરવા રવિવાર અને મંગળવારના દિવસે જાય છે. ભક્ત રમેશભાઈ ગોહેલ કહે છે કે, ચુડેલ ફઈબાના મંદિરમાં કોઈ મૂર્તિ નથી. માત્ર એક અખંડ દીપ છે. સાડી અને ફોટા જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે ત્યા ચડાવે છે.
એટલે જે લોકોને સંતાન નથી તે ત્યા સંતાન પ્રાપ્તી માટે મનોકામના રાખે છે. તેમજ જે લોકોને લગ્ન કરવા છે અને જીવનસાથી મળતા નથી તે પણ ચુડેલ ફઈબાની માનતા રાખે છે, અને જીવનસાથી મળી ગયા બાદ તે બંનેનો ફોટો ચુડેલ ફઈબાના મંદિરે ચડાવે છે અને સંતાન પ્રાપ્તી બાદ સંતાનોનો ફોટો મંદિરે મુકી જાય છે. તો ભક્તો ચુડેલ ફઈબાને ચુંદડી રૂપે સાડી ચડાવે છે. ચુડેલ ફઈબાના મંદિર જે વસ્તુઓ ચડાવવામાં આવી છે તે ત્યાથી કોઈ લઈ જઈ શક્તુ નથી, અને લઈ જાય તો પણ સાંજ સુધીમાં પરત મુકવા આવવુ પડે છે.
ભક્ત રમેશભાઈ ગોહેલ કહે છે કે, ચુડેલ ફઈબાના મંદિરમાં કોઈ મૂર્તિ નથી. માત્ર એક અખંડ દીપ છે, અને નાનુ મંદિરની આજુ બાજુ ફોટા, સાડી,અને શણગારના માટેની બંગડીઓ પડી છે. અને સાડી અને ફોટા જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે ત્યા ચડાવે છે. એટલે જે લોકોને સંતાન નથી તે ત્યા સંતાન પ્રાપ્તી માટે મનોકામના રાખે છે. તેમજ જે લોકોને લગ્ન કરવા છે અને જીવનસાથી મળતા નથી તે પણ ચુડેલ ફઈબાની માનતા રાખે છે, અને જીવનસાથી મળી ગયા બાદ તે બંનેનો ફોટો ચુડેલ ફઈબાના મંદિરે ચડાવે છે. તો સંતાન પ્રાપ્તી બાદ સંતાનોનો ફોટો મંદિરે મુકી જાય છે. તો ભક્તો ચુડેલ ફઈબાને ચુંદડી રૂપે સાડી ચડાવે છે.
ચુડેલ ફઈબાને સાડી ચડાવવામાં આવી છે તે તમામ રોડ રસ્તા પર બાંધીને રાખવામાં આવી છે, અને ચુડેલ ફઈબાના મંદિર જે વસ્તુઓ ચડાવવામાં આવી છે તે ત્યાથી કોઈ લઈ જઈ શક્તુ નથી, અને લઈ જાય તો પણ સાંજ સુધીમાં પરત મુકવા આવવુ પડે છે.સામાન્ય રીતે જીવનસાથી શોધવા માટે લોકો મેરેજબ્યુરોમાં નામ નોંધાવે છે. અથવા તો પોતાના સમાજમાં જીવનસાથી પસંદી મેળામાં જતા હોય છે.
પરંતુ ઝાંપાનુ એવુ મંદિર કે જ્યા લગ્નવાંચ્છુકો ચુડેલ ફઈબાના મંદિરે માથુ ટેકવીને જીવનસાથી મળે તેની મનોકામના રાખી રહ્યા છે.કેટલાય લોકો એવા છે કે ચુડેલ ફઈબાએ તેની મનોકામના પૂર્ણ કરી હોય એટલે કે આ મંદિરમા ફોટા છે તેના પરથી નક્કી થાય છે કે મંદિરમાં પતી પત્નિના ફોટા છે.અને જીવન સાથી મળી ગયા બાદ બંનેનો ફોટો મંદિરમાં ચડાવી જાય છે.જેના કારણે યુવક યુવતીના આસ્થાનુ કેન્દ્ર ચુડેલ ફઈબા મંદિર બન્યુ છે
સામાન્ય રીતે એવુ હોય કે, લગ્ન સાથીની શોધ કરવી હોય તો લોકો મેરેજબ્યુરોમાં જતા હોય છે જયાં લગ્નવાંચ્છુઓના ફોટા જોઇને પસંદગી થતી હોય છે.પણ ગુજરાતમાં એક મંદિર એવું છે કે, જયાં લગ્નવાંચ્છુઓ માથું નમાવવા આવે છે, કુંવારા યુવક – યુવતીઓ માટે આ એવુ આસ્થાનું સ્થળ બની રહયું છે. જેના વિશે કહેવાય છે કે, અહીં માથું ટેકવોને બાધા રાખો. સમજો કે તમને જીવનસાથી મળી જ ગયો.
અમદાવાદના નજીકના અંતરે આવેલા સાણંદ ગામની પાસે આવેલા ઝાંપ ગામમાં લગ્ન કરવા ઇચ્છુક યુવક યુવતીઓની વધુ અવરજવર કરે છે. અત્યારે એવી સ્થિતી છેકે, ગુજરાતમાં યુવકોના પ્રમાણમાં યુવતીઓની સંખ્યા ઓછી છે પરિણામે જીવનસંગિની મેળવવી એ પણ ગુજરાતી યુવકો માટે ચેલેન્જ સમાન બન્યું છે તેવા સંજોગોંમાં યુવક કે યુવતીઓ અહીં ચુડેલ માતાના મંદિરે ભારે શ્રદ્ધા સાથે આવે છે. સ્થાનિક ગામવાસીઓનું કહેવું છેકે, ચુડેલ માતાના મંદિરે લોકો સાડી અને ચુંદડી ચઢાવે છે. તેમાંયે રવિવાર, પુનમ અને મંગળવારે તો મંદિરે ભારે ભીડ જોવા મળે છે.
ચુડેલ માતાના આર્શિવાર્દથી કહેવાય છેકે, યુવક- યુવતીઓની બાધા પુરી થાય છે.એટલે જ અહીં લગ્ન બાદ લોકો જીવનસાથીના ફોટો પણ મુકી જાય છે.એવું નથી કે, અમદાવાદની આસપાસથી જ નહિ પણ આખાયે રાજ્યમાંથી દુર દુરથી લોકો ઝાંપ ગામમાં આવે છે. ઝાંપ ગામના એક યુવાન આષુતોષ રાવલે કહ્યું કે, મારા માતાપિતાના અનેક પ્રયાસો છતાંયે મારાં લગ્ન થતાં ન હતાં આખરે અને ચુડેલ માતાના મંદિરે બાધા માની ને મારાં લગ્નની ઇચ્છા પુર્ણ થઇ ગઇ.
અમદાવાદથી ફક્ત 30 કિલો મિટરના અંતરે આવેલા આ ચુડેલ માતાના મંદિર વિષે ગુજરાતના લોકો ભલે ઓછું જાણતા હોય પરંતુ દુનિયાના ખુણે ખુણેથી લગ્નવાચ્છુ એનઆરઆઇ મુરતીયા અહીં માથુ ટેકવા આવે છે. આ અંગે વાત કરતા મંદિરના એક પુજારી એ જણાવ્યું હતું કે, ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વિદેશી યુવાનો અહી વધુ પ્રમાણમાં આવે છે . આ ઉપરાતં વર્ષ દરમિયાન ગુજરાતના ખુણે ખુણેથી ચુડેલ માતાના ભક્તો દર્શન કરવા આવતા હોય છે.