મફતના ભાવમાં મળતી આ વસ્તુ અનેક ગુણોનો ભંડાર છે, નાની-મોટી 70 જેટલી બીમારીમાં છે રામબાણ ઇલાજ…

Health

શરીરમાં કેલ્શિયમની ઉપણ થવાથી માંસપેશી અને હાડકાંને લગતી બીમારીઓ થાય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપથી અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. કેલ્શિયમની ઉણપથી હાડકા ઉપરાંત રક્ત સંબંધી અનેક રોગો થઇ શકે છે.

આયુર્વેદ મુજબ એવું કહેવાય છે કે કફની સમસ્યા પણ કેલ્શિયની ઊણપના કારણે થાય છે. કેલ્શિયમ એક માઈક્રોન્યુટ્રીયંટ છે જે સુક્ષ્મ પોષક તત્વો છે, જે શરીરમાં રહે ત્યારે જ અન્ય પોષક તત્વો રહે છે. અને સાવ નજીવી કિંમતમાં મળતો ચૂનો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી શરીરને અનેક બીમારીથી બચાવે છે.

ઘણા પુરુષોમાં શુક્રાણુઓની કમી અથવા ન બનવાની સમસ્યા જોવા મળતી હોય છે. એવામાં જો શેરડીના રસ સાથે ચૂનાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભરપુર માત્રામાં શુક્રાણુ બનવાનું શરુ થઇ જાય છે. પુરુષો માટે ખુબ ફાયદાકારક છે ચૂનો, પણ તેનું સેવન કેવી રીતે કરવું તે જાણવું ખુબજ જરૂરી છે.

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચૂનો ખુબ જ ફાયદાકારક છે. ચુનાના સેવનથી શરીરની લંબાઈ વધી શકે છે. તેના માટે એક ઘઉંના દાણા જેટલો ચૂનો લઇ તેને દહીં સાથે ખાવામાં આવે તો શરીરની લંબાઈ વધે છે તેમજ વિદ્યાર્થીને સ્મરણ શક્તિ તેજ થાય છે. જો દહીં સાથે ન ફાવે તો તમે પાણી સાથે પણ તેનું સેવન કરી શકો છો.

જે બાળકોની બુદ્ધિનો વિકાસ ધીમો થતો હોય અને જે બાળકો મંદબુદ્ધિના છે તેમના માટે પણ ચૂનો અસરકારક ઉપાય છે. જે બાળકોમાં બુદ્ધિ ઓછી છે અથવા તો જે બાળકોનું મગજ થોડું ધીમે કાર્ય કરે છે. આ ઉપરાંત ધીમે વિચારે છે તો તેવા બાળકોને ચૂનો ખવડાવવામાં આવે તો તે ઠીક થઇ જવાની શક્યતાઓ રહેલી છે.

માસિક દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ આવતી હોય છે. જેમ કે માસિક સ્ત્રાવમાં અનિયમિતતા, તેમજ પેડુનો દુઃખાવો થવો વગેરે માટે ચૂનો સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે. આ સમસ્યાઓ માટે મહિલાઓએ પાણી ઘઉંના દાણા જેટલો ચૂનો લઈને તેનું સેવન કરવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન જો સ્ત્રી ચૂનાનું સેવન કરે તો આવનાર બાળક અને માતા બંને માટે લાભદાયી સાબિત થાય છે. જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે તેમના શરીરમાં કેલ્શિયમની ખાસ જરૂરીયાત રહેતી હોય છે.

એવામાં ચૂનો કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત કહેવાય છે. તેના માટે ગર્ભવતી મહિલાએ ચૂનાનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ દાડમનો રસ લઈને તેમાં એક ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરવો અને તેનું દરરોજ નિયમિત સેવન કરવું જોઈએ.

જો ગર્ભવતી મહિલા નવ મહિના સુધી ચૂનાનું સેવન કરે તો સૌપ્રથમ તો બાળકને જન્મ આપતા સમયે પીડા ઓછી થાય છે અને નોર્મલ ડિલેવરી થવાની સંભાવનાઓ ખુબજ વધી જાય છે. આ ઉપરાંત શારરીક અને માનસિક રીતે તંદુરસ્ત બાળકનો જન્મ થવાની શક્યતાઓ વધી જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન જે બાળકની માતા ચૂનાનું સેવન કરે છે, તો તે બાળક ઝડપથી બીમાર નથી પડતું અને સ્વસ્થ રહે છે અને તે બાળક હોશિયાર અને બુદ્ધિમાન બને છે.

આપણા કરોડરજ્જુના મણકામાં ગેપ વધી જતા કરોડરજ્જુ સાથે જોડાયેલી સમસ્યાઓ ઊભી થાય છે, તો તેમાં ચૂનો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જયારે હાડકું તૂટી જાય છે ત્યારે તેને જોડવા માટે ચૂનો સૌથી રામબાણ ઈલાજ સાબિત થાય છે. તૂટેલા હાડકાને ઝડપથી જોડવા માટે રોજે સવારે ખાલી પેટ ચૂનાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગોઠણ, કમર તેમજ ખભાનો દુઃખાવામાં પણ ખુબજ રાહત આપે છે.

મોંઢામાં કંઈ પણ ગરમ કે ઠંડુ વસ્તુના સેવનથી દાંતમાં દુઃખાવો થતો હોય તેમજ મોં માં ચાંદા પડ્યા હોય તો તેના માટે ચૂનાનું પાણી પીવાથી રાહત મળે છે અને ધીમે ધીમે એ સમસ્યા દૂર થાય છે.

જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તેમજ એનેમિયા જેવી સમસ્યા હોય તો તે વ્યક્તિએ સંતરાના રસ સાથે ઘઉંના દાણા જેટલા ચુનાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઝડપથી રક્ત બનવા લાગશે. આ ઉપરાત પણ ચૂનાના કેટલાય ફાયદાઓ છે.

Leave a Reply

Your email address will not be published.