કલરફુલ કોકોનેટ લડુ

Recipe

સામગ્રી:- 4 ચમચી દૂધ, 1 ચમચી ઘી (માખણ પણ ચાલે), 250 ગ્રામ કોપરાનું જીણું ખમણ, 220 ગ્રામ કન્ડેન્સ મિલ્ક, 1 ચમચી એલચી પાવડર, મીઠો કલર (ઓપ્શનલ)

બનાવાની રીત:- સૌપ્રથમ એક કડાય માં ઘી ગરમ થવા મુકો ત્યારબાદ તેમાં કોપરાનું ખમણ ઉમેરી આછો ક્રીમ કલર થઈ ત્યાં સુધી હલાવતા રહો. (અંદાજીત 2 મિનિટ સુધી)

ત્યારબાદ તેમાં કેન્ડેન્સ મિલ્ક અને એલચી પાવડર ઉમેરી મિક્સ કરી 1 મિનિટ સુધી હલાવતા રહો. હવે તેમાં દૂધ ઉમેરી ફરી 2 મિનિટ સુધી હલાવતા રહો.

હવે જો કલરફુલ લાડુ બનાવા હોયતો ત્યાર થયેલ મિશ્રણ ને અલગ અલગ બાઉલ માં કાઢી તેમાં કલર મિક્સ કરી લેવો. (મેં અહીંયા ગ્રીન અને રેડ બે કલર નો ઉપયોગ કર્યો છે.)

કલર બરાબર મિક્સ થઈ જય એટલે તેના એક સરખા નાના નાના બોલ્સ ત્યાર કરી લો અને 50 ગ્રામ કોપરાનું જે ખમણ વધ્યું તેમાં ત્યાર કરેલા બોલ્સ ને રાખી તેના પર કોપરું લગાડી લો. તો ત્યાર છે કલરફુલ કોકોનેટ લડુ…..

ધ્યાનમાં રાખો:- 5-6 દિવસ સુધી સારા રહે છે અને ફ્રીઝ માં ના મુકવા નહી તો એકદમ કડક થઈ શકે છે.

રેસિપી & ફોટો સૌજન્ય:- કોમલ વાસાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *