ઉનાળો ચાલુ થવા જઈ રહ્યો છે અને ખાસ કરીને ઉનાળામાં ડી-હાઇડ્રેશનની સમસ્યા વધારે જોવા મળે છે. તેમ જ શરીરમાં પાણી પણ ઓછું થઇ જાય છે અને તેથી શરીરમાં કમજોરી પણ આવે છે. આટલું જ નહિ પરંતુ બીજી નાની મોટી અનેક સમસ્યાઓ પણ તમારા શરીરમાં ઘર કરીને રહી જતી હોય છે. અને પરિણામે હોસ્પિટલમાં પણ દાખલ થવું પડતું હોય છે. એવી જ રીતે હાલમાં આપણે એક એવા જ પીણાં વિશે જાણીએ, જે ખાસ કરીને ઉનાળામાં પીવાથી આપણા શરીરને વધારે નુકસાન થઇ જતું હોય છે.
આ પીણાને પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી રાગે છે અને હોસ્પિટલમાં પણ જવાની જરૂર પડતી નથી. જો તમે આ દેશી પીણું પીશો તો તમારા શરીરના બધા જ અવયવો સ્વસ્થ થાય છે. જેમાં લીવર, કિડનીને કોઈ પણ નુકસાન થતું નથી, આ પીણું એટલે શેરડીનો રસ અને બધા જ લોકો આ રસ ઘણો પ્રિય હોય છે. આ રસ તમારે જેટલો મળે એટલે ભરપૂર માત્રામાં પીવાનો છે અને તમારે શરીરને એકદમ સ્વસ્થ રાખવાનું છે.
આ રસ પીવાથી શરીરમાં તરત જ એક નવી એનર્જી પ્રાપ્ત થાય છે, અને કુદરતી ફાયદાઓ પણ થાય છે. આ રસ ઉનાળામાં બધા જ લોકો પિતા હોય છે. એટલે ઠંડા પીણાં પીવાને બદલે આ રસ પીવાનું રાખજો જેથી શરીરના બધા જ ભાગો એકદમ સ્વસ્થ રહે અને તમને શરીરમાં જો કમજોરી આવી જતી હોય તો પણ તે તરત જ દૂર થઇ જશે. આ રસ જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તે લોકોએ ના પીવો બાકી બધા જ લોકો પી શકે છે અને તેમના શરીરને સ્વસ્થ રાખી શકે છે.
શેરડીના રસમાં ઘણા પોષકતત્વો રહેલા છે. આ સિવાય શેરડીમાં કેન્સર સામે લડવાના ગુણો છે. કેન્સર જ નહી પથરી કાઢવામાં આ પણ શેરડીનો રસ કારગાર સાબિત થાય છે. શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણો છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ થતો અટકી જાય છે. જેના લીધે કેન્સરના ખતરાથી બચી જવાય છે.
શેરડીના રસ પીવાના જાણો ફાયદા:
- 1) શેરડીના રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણે ધીમે-ધીમે પથરી પીગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે.
2) જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ ચોક્કસથી પીવી જોઇએ. એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારીઓથી બચી શકો છો. - 3) શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલુ છે. જો તમે હાડકા મજબૂત બનાવવા માગતો હોવ અને તમે એથલીટ હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદારૂપ સાબિત થશે. રોજ જોગિંગ પછી એક ગ્લાસ શેરડીનો રસ પીવો જોઇએ.
4) આર્યુવેદમાં જણાવવામા આવ્યુ છે કે, શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. તેમાં ક્ષારીય ગુણ હોય છે જેનો મતબલ છે કે, એસિડિટી અને પેટના અગ્રિનીની સારવાર માટે પણ સારો છે.
5) એનિમિયાને લોહીની ઉણપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનિમિયામાં લાલ રક્તકણોની સંખ્યા ઓછી થઈ જાય છે. જો કે, એનિમિયા શરીરમાં આયર્નની પૂર્તિ કરીને દૂર કરી શકાય છે. લોહતત્વ શેરડીના રસમાં પૂરતા પ્રમાણમાં છે. એટલે જ શેરડીનો રસ પીવાથી એનિમિયાના ખતરાથી બચી શકાય છે. - 6) શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા માગતા હોવો તો શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
7) શેરડીનો રસ યૂરિનર ટ્રેક્ટર ઈન્ફેક્શનમાં પણ આરામ અપાવે છે. શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે લોકો યૂરિનમાં ઈન્ફેક્શન કે બળતરાથી પરેશાન હોય તેમણે શેરડીનો રસ પીવો જોઈએ.
8) શેરડી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને બીજા જરૂરી પોષકતત્વોથી સમુદ્ઘ હોય છે. એક ગ્લાસ શેરડીનો રસ એનર્જી લેવલ વધારે છે. તે શરીરમાં પ્લાઝ્મા અને તરલ પદાર્થો બનાવે છે.