ઑક્સિજન ઘટે તો કરો આ આયુર્વેદિક પ્રયોગ, રાજકોટના ડૉક્ટરનો આ ઉપાય છે ખુબજ અસરકારક…

Health

કોરોના વાયરસની બીજી લહેર જોખમી અને ઘાતક સાબિત થઈ રહી છે. મોટાભાગના એવા દર્દીઓ હોસ્પિટલમાં આવે છે જેને તાત્કાલિક ઑક્સિજન આપવો પડે છે. રાજ્યના મહાનગરમાં ઑક્સિજનની ઘટ વર્તાય છે ત્યારે આયુર્વેદિક ઉપચારથી દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાય છે. આ અંગે રાજકોટના જાણીતા ડૉ. ગૌરાંગ જોશી કહે છે કે, જો ઑક્સિજન લેવલ નીચું જતું રહે તો કપૂરની 1 ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાને ખાંડીને નાની પોટલી બનાવીને સુંઘવાથી રાહત મળે છે.

આવું કરવાથી ઑક્સિજન લેવલ ઊચું આવશે. આ પ્રયોગથી 40 ટકા દર્દીઓમાં ઑક્સિજનનું સ્તર ઊચું ગયું હોવાનું સામે આવ્યું છે. એક બાજું રાજકોટ શહેરમાં ઑક્સિજનના બાટલાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. એની સામે આ ઘરગથ્થુ ઉપચાર અસરકારક સાબિત થઈ રહ્યો છે. આવા માહોલમાં આયુર્વેદિક અને દેશી ઉપચાર કરવો શ્રેષ્ઠ છે અને રાહત આપનારો પણ છે. લોકો આયુર્વેદિક ઉપચાર કરે તો શરીરનું ઑક્સિજન લેવલ જાળવી શકાય છે.

વૃક્ષો માણસનો માનવ જાતિનો જન્મ થયો ત્યારથી ઑક્સિજન આપતા રહ્યા છે. ઑક્સિજનથી જ માનવ જીવન શક્ય છે. પણ મહાનગરમાં વૃક્ષો ઘટ્યા છે. બીજી તરફ કોરોના શરીરમાં ઑક્સિજન લેવલ પર પ્રહાર કરી રહ્યો છે. લોકો કૃત્રિમ રીતે ઑક્સિજન લઈ રહ્યા છે. સ્વજનને બચાવવા તબીબો પણ એટલી દોડધામ કરી રહ્યા છે.

લીંબુનો રસ કાઢી એના બે બે ટીપાં નાકમાં નાખવા. જે નાક વાટે મોઢામાં આવશે. જેને પછી થૂંકી નાખશો. આ રસના કારણે છીંક પણ આવશે. નાકમાંથી કફ સાફ થશે. જે પ્રવાહી સાથે વાયરસ નીકળી જશે. નાકમાં બળતરા થાય તો નાળીયેરનું તેલ લગાવી દો. ધીમે ધીમે બળતરા બંધ થઈ જશે. લીંબોનો રસ કાઢીને એમાં હળદર મીઠું નાંખી એના કોગળા કરો. એનાથી મોઢામાં રહેલો કે આસપાસ વાયરસ હશે તો દૂર થઈ જશે.

એક કપૂરી ગોળી, એક ચમચી રાય, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમો ખાંડીને એક પોટલી બનાવી દો. જેને સમયાંતરે સૂંધ્યા કરો.

પ્રોનિંગ થેરાપીમાં દર્દીને થોડા સમય માટે પડખાભેર અને ઊંધા સુવડાવવા.

નાસ લોઃ શ્વાસોશ્વાસ યોગ્ય કરવા માટે દરરોજ રાઈ-મીઠું પાણીમાં નાખી નાંસ લેતા રહો.

આ ઉપરાંત દરરોજ યોગા અને પ્રાણાયામ કરો, એ પણ ન આવડે તો શાંત દિમાગ રાખી ટટ્ટાર બેસો અને ઊંડા શ્વાસ લો.

પુષ્કળ પાણી પીવો. શુદ્ધ પાણી શરીર માટે સારૂ છે.

શ્વાસમાં કુદરતી હવા જાય એ રીતે દિવસ પસાર કરો. બારી દરવાજા ખુલ્લા રાખો.

ઘરમાં ગ્રીનરી હોય ત્યાં પણ રહી શકાય છે. વૃક્ષનો સંગાથ રાખો.

હેમોગ્લોબીન વધે એવો ખોરાક ખાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *