આવી રીતે બનાવશો જીરા રાઈસ અને દાળ તડકા, તો બનશે એકદમ હોટલ જેવા…

Recipe

જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ અને દાલ તડકા જરૂર મંગાવતા હોઈએ છીએ પણ બહાર વપરાતી સામગ્રી કેવી હોય છે એ આપણે જાણતા નથી પણ જો તેને ઘરે બનાવીએ તો સામગ્રી સારી અને સ્વચ્છ કરેલી હોવાથી આપણા માટે હેલ્દી હોય છે આ ઉપરાત બધી દાળ મિક્સ હોવાથી પ્રોટિન થી ભરપૂર હોય છે.

સામગ્રી:- દાલ માટે બધી મિક્સ દાળ, મગ મોગર, તુવેર, ચણા દાળ અને મસૂર દાળ 1 કપ લેવી, કાંદા 1 નંગ બારીક કાપેલા, ટોમેટો 2 નંગ બારીક કાપેલા, આદુ મરચા લસણ પેસ્ટ, 2 નંગ સૂકા મરચા લાલ, તમાલ પત્ર 2 નંગ, જીરું હાફ ચમચી, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું ટેસ્ટ મુજબ, હિંગ ચપટી, ગરમ મસાલો ૧ચમચી

તડકા માટે:- ઓઇલ ૪ચમચી, કોથમીર બારીક કાપેલી, લીંબુ રસ ૧ચમચી, લવિંગ 2 નંગ, કાશ્મીરી લાલમરચું ૧ચમચી ઉપર તડકા માટે

રાઈસ માટે:- 2 કપ બાસમતી ચોખા, દેશી ઘી 4 ચમચી, જીરું ૨ ચમચી, મીઠું સ્વાદ મુજબ, કોથમીર

રીત:- સૌ પ્રથમ બધી દાલ ને પાણી થી ધોઈને હાફ અવર પલાળી દો. ચોખા ને પાણી થી ધોઈને 1 કલાક પાણી મા પલળી દો જેથી સ્ટીમ ફટાફટ થઈ જાય. હવે કૂકર મા દોઢ ગ્લાસ પાણી નાખી મીઠું ઉમેરી ત્રણ થી 4 વ્હીસલ વગાડવી હવે એક પેનમાં ૩ચમચી ઓઇલ મૂકી હિંગ નાખી કાંદા ઉમેરી તેને 5 મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં આદુ મરચા પેસ્ટ અને ટોમેટો ઉમેરીને 5 મિનિટ કૂક કરી તેમાં બધાં મસાલા અને મીઠું નાખી બાફેલી દાળ ઉમેરી 1 કપ પાણી નાખી 5 મિનિટ ઉકાળવું.

ત્યારબાદ એક પેનમાં ઓઇલ મૂકી જીરું નાખી, તમાલ્પીત્ર, લવિંગ, લાલ સૂકા મરચા નાખી ગેસ બંધ કરી તરત લાલમરચું કાશ્મીરી નાખી ઉપરથી તડકા ( વઘાર) કરવો. હવે લીંબુનો રસ ભેળવી કોથમીર નાખી સર્વ કરવું.

રાઈસ:- પલારેલા રાઈસ મા મીઠું નાખી ગરમ પાણીમાં 5 મિનિટ સુધી કૂક કરી તેને પાણી નીતારી ચારની મા નીકાળી એજ વાસણ પર 5 મિનિટ સ્ટીમ કરી ખુલ્લાં રાખી પછી એક્દમ છુટ્ટા થાય એટલે એક પેનમાં ઘી મૂકી તેમાં જીરું નાખી જીરું બ્રાઉન થાય એટલે રાઈસ મા નાખી મિક્સ કરી લો કોથમીર નાખી ગરમ સર્વ કરો. તને ઓસાવી ને પણ બનાવી શકાય અને નોનસ્ટિક પેનમાં જીરા નો તડકા આપી રાઈસ એડ કરીને પણ બનાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *