વધારે પડતો સેનીટાઈઝર નો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો

Health

જો તમે વધારે પડતો સેનીટાઈઝર નો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો કારણ કે તેનો વધુ પડતો ઉપયોગ શરીર ના અમુક અંગો પર ખુબા જ ખરાબ અસર કરે છે, આપણી આસપાસસફાઈ રાખવી અને આપણે પોતે સ્વચ્છ રહેવું એ સારી ટેવ છે પણ કોઇપણ વસ્તુ નો અતિ ઉપયોગ એ આપણા શરીર માટે નુકસાનકારક છે.

આપણે આપણી આજુ બાજુ ઘણા લોકો એવા જોયા છે કે જે સેનીટાઈઝર નો ઉપયોગ કરે છે આવા લોકો કોઈ પણ વસ્તુ ને અડ્યા પછી એ વસ્તુ ના કીટાણું તેને ના લાગે એટલા માટે સેનીટાઈઝર નો ઉપયોગ કરે છે.

સેનીટાઈઝર એ એક એવું પ્રવાહી છે જે ૯૯.૯% કીટાણું મારી નાખે છે. સેનીટાઈઝર મા ટ્રાયક્લોસોન નામનું કેમીકલ હોય છે જે આપણી ચામડી પર પડતાની સાથે જ સુકાય જાય છે. તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી તે ચામડી દ્વારા લોહી મા ભળી જાય છે. લોહી મા ભળવાથી આપણી માંસપેશીઓ ને નુકસાન થાય છે.

સેનીટાઈઝર મા ઝેરી તત્વ અને બેન્ઝાલ્કોનીયમ ક્લોરાઈડ હોય છે જે આપણી ચામડી માટે જરા પણ સારું નથી એનાથી આપણી ચામડી પર ખંજવાળ અને બળતરા જેવી સમસ્યા થાય છે.

સેનીટાઈઝર મા સુગંધ માટે ફેથ્લેટસ નામનું કેમિકલ ભેળવવામાં આવે છે.જો તેની વધુ પડતી માત્ર હોય તો તે હાનીકારક હોય છે. આવા વધારે સુગંધિત સેનીટાઈઝર આપણા લીવર, કીડની , ફેફસા, અને પ્રજનન તંત્ર ને નુકસાન કરે છે.

બિસ્ફીનોલ-A એન એવું તત્વ છે જે કેન્સર નું કારણ છે, સેનીટાઈઝર ના ઉપયોગ બાદ જો આપણે તરત જ બિસ્ફીનોલ-A વળી વસ્તુ ને અડીએ તો એ આપણા માટે કેન્સર ને નિમંત્રણ આપવા જેવું છે, એટલા માટે સેનીટાઈઝર નો જરૂર પુરતો જ ઉપયોગ કરવો જોઈએ .

Leave a Reply

Your email address will not be published.