રામપરામાં સાક્ષાત બિરાજમાન આઈ શ્રી રૂપલ માંના દર્શન માત્રથી જ ઘરમાં બંધાય છે પારણાં…

Story

ગુજરાતમાં મિત્રો ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે, તેવા જ આજે આપણે એક પ્રાચીન અને પવિત્ર મંદિર વિષે વાત કરીશું, આ આઈ શ્રી રૂપલ માતાનું મંદિર રામપરામાં આવેલું છે.

આ મંદિરમાં ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે, દર્શન કરીને ભક્તો માતાજીના આર્શીવાદ લઈને તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે, આ મંદિરના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો વર્ષ 2001 માં રૂપલ માતાનું પ્રાગટ્ય થયું હતું અને વર્ષ 2007 માં આઈ શ્રી રૂપલ માતાના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ મંદિરમાં આઈ શ્રી રૂપલ માતાની સાથે બીજા કેટલાક દેવી દેવતાઓને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે, તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તો રૂપલ માતાની સાથે સાથે મંદિરમાં સ્થાપિત માતાજીના પણ દર્શન કરતા હોય છે અને તેમના જીવનમાં ભક્તો ધન્યતા અનુભવતા હોય છે, આ મંદિરમાં આવતા ભક્તો માં રૂપલના દર્શન કરીને એક અનેરો અહેસાસ કરતા હોય છે.

આ મંદિરમાં આવતા ભક્તોનું એવું માનવું છે કે જે ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ ના મળતું હોય તે ભક્તોને પણ આઈ શ્રી રૂપલ માતાના આર્શીવાદથી તેમના ઘરે પારણાં બંધાય છે, તેથી ભક્તો હજારોની સંખ્યામાં અલગ અલગ વિસ્તારોમાંથી આઈ શ્રી રૂપલ માતાના દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને અલગ અલગ માનતાઓ પણ રાખતા હોય છે, તે બધા જ ભક્તોની માનેલી માનતાઓ આઈ શ્રી રૂપલ પુરી કરે છે.

Leave a Reply

Your email address will not be published.