યુક્રેની સૈનિકને સ્પર્શીને ગઈ મૃ’ત્યુ: સ્માર્ટ ફોને બચાવ્યો જીવ…, જુઓ વિડીયો…

Story

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં યુક્રેનના બે સૈનિકો એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા છે અને આશ્ચર્યમાં છે કે તેઓ સ્માર્ટફોનના કારણે મોતને સ્પર્શીને પાછા ફર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સૈનિકે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને અંદર લપેલી 7.62 એમએમની બુલેટ દેખાડી.

મોબાઈલના કારણે યુક્રેનિયન સૈનિકનો જીવ બચી ગયો:
આ વીડિયો સૌપ્રથમ સોશિયલ મીડિયા સાઈટ Reddit પર અપલોડ કરવામાં આવ્યો હતો. 30-સેકન્ડની ક્લિપમાં, એક યુક્રેનિયન સૈનિક તેના ખિસ્સામાંથી સ્માર્ટફોન બહાર કાઢતો જોઈ શકાય છે. મોબાઈલના પાછળના ભાગમાં એક બુલેટ જડેલી છે, જે રશિયન સેના દ્વારા ફાયર કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ, આ બુલેટ 7.2 એમએમની છે. એવું લાગે છે કે ગોળી મોબાઈલના પાછળના ભાગમાં ફસાઈ ગઈ હતી. જો આ ગોળી વટાવી ગઈ હોત તો સૈનિકનું મૃત્યુ થઈ શક્યું હોત.

જુઓ વિડિયો:

વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે:
આ વીડિયોને reddit પર 52,000 થી વધુ અપવોટ્સ મળ્યા છે. આ વીડિયોને ઇન્ટરનેટ પર કેટલીક અમૂલ્ય પ્રતિક્રિયાઓ મળી છે. એક Reddit યુઝરે લખ્યું, ‘શું આ નોકિયા ફોન હતો?’ અન્ય યુઝરે લખ્યું, ‘જો આ નોકિયા ફોન છે તો તે શક્ય છે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘જો તે નોકિયા સ્માર્ટફોન હોત તો તેણે ગોળી શૂટર તરફ પાછી ફેરવી દીધી હોત.’

Leave a Reply

Your email address will not be published.