હવે જઈ આવો બસ દ્વારા દિલ્હી થી લંડન, જાણો કેટલી ટિકિટ છે અને કેટલા દેશમાંથી પસાર થશે…

News

કલકત્તાથી લંડનની બસ તારીખ ૧૫ એપ્રિલ ૧૯૫૭ થી શરૂ થઈ હતી અને છેલ્લી વાર ૧૯૭૩ માં ચાલી હતી. શરૂ થઈ ત્યારે ભાડું હતું ૮૫ પાઉન્ડ એટલે કે રૂ. ૭૮૮૯ અને જયારે બંધ થઈ ત્યારે ભાડું હતું ૧૪૫ પાઉન્ડ એટલે કે રૂ. ૧૩૧૪૪.

બસ નો રૂટ હતો કલકત્તા થી બનારસ, અલાહાબાદ, આગ્રા, દીલ્હી થઈને લાહોર, રાવલપિંડી, કાબુલ, કંદહાર, તહેરીન, ઇસ્તંબુલ થી બલ્ગેરિયા, યુગોસ્લાવિયા, વિયેના થી પશ્ર્ચિમ જર્મની અને ત્યાં થી બેલ્જિયમ થઈને ૨૦૩૦૦ માઈલ નો સફર કરીને ૧૧ દેશ (એ સમયે)પસાર કરીને ત્રણ મહિને લંડન પહોંચતી હતી.

બસમાં બધી એ સમય પ્રમાણે બધી જ સવલતો પ્રાપ્ય હતી જેમકે પુસ્તકો, રેડિયો, પંખો, હીટર અને ખાવા પીવાની વ્યવસ્થા. આ તો વાત કરી વર્ષો પહેલાની પણ હાલમાં આવી બસ શરૂ થઈ છે જેના વિશે વિસ્તૃત થી તમને જણાવું છું.

દિલ્હીથી લંડન સુધીની 70-દિવસીય યાત્રામાં તમારે 18 દેશોમાંથી પસાર થવું પડશે. જેમાં ભારત, મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિઝ્સ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાટવિયા, લિથુઆનીયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. જો કે, ઘણા લોકોનો પ્રશ્ન હશે કે આ કેવી રીતે શક્ય થશે?

દિલ્હીના રહેવાસી તુષાર અને સંજય મદન દિલ્હીથી લંડન સડક માર્ગ દ્વારા પહેલા પણ ગયા હતા. એટલું જ નહીં, બંનેએ 2017, 2018 અને 2019માં કારમાં આ યાત્રા કરી હતી. તે જ રીતે આ વખતે 20 લોકો સાથે તેમણે બસ દ્વારા આ યાત્રા કરવાનું વિચાર્યું છે.

બસ ટુ લંડનની આ યાત્રામાં તમને દરેક સુવિધા આપવામાં આવશે. આ યાત્રા માટે વિશેષ બસ તૈયાર કરવામાં આવી રહી છે. આ બસમાં 20 મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા રહેશે. અને તમામ બેઠકો બિઝનેસ ક્લાસની રહેશે. બસમાં 20 યાત્રીઓ સિવાય ડ્રાઇવર, આસિસ્ટન્ટ ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર તરફથી એક વ્યક્તિ અને એક ગાઈડ સહિત 4 અન્ય લોકો હશે. 18 દેશોની આ યાત્રામાં ગાઇડ્સ બદલાતા રહેશે, જેથી મુસાફરોને કોઈ તકલીફ ન પડે.

હવે તમારા મનમાં આ સવાલ થાય કે પ્રવાસ પૂર્ણ કરવા માટે કેટલા વિઝાની જરૂર પડશે? તો તમને જણાવી દઈએ કે આ યાત્રા માટે વ્યક્તિને 10 વિઝાની જરૂર રહેશે. તે જ સમયે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ ટ્રાવેલ કંપની તમારા વિઝાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.

દિલ્હીથી લંડન સુધીના પ્રવાસ માટે 15 લાખ રૂપિયા ખર્ચવા પડશે, બસ ટુ લંડનની આ યાત્રા માટે ચાર કેટેગરી પસંદ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પાસે સમય ઓછો હોય અને તે લંડનની યાત્રા પૂર્ણ કરી શકતો નથી અને જો તે અન્ય દેશોની મુસાફરી કરવા માંગે છે, તો તે બીજી કેટેગરીની પસંદગી કરી શકે છે. તમારે દરેક કેટેગરી માટે અલગ અલગ ભાવ ચૂકવવા પડશે. દિલ્હીથી લંડન જવા માટે તમારે 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ટૂર માટે તમને EMI નો વિકલ્પ પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *