આજના સમયમાં વધતી જરૂરિયાતો અને બદલાતી લાઇફસ્ટાઇલની વચ્ચે લોકો સુરક્ષિત રોકાણની તરફ ફોકસ કરી રહ્યા છે. કહેવાય છે કે રોકાણની કોઇ લિમિટ કે સમય નથી હોતો. જો તમે હજી સુધી રોકાણ શરૂ કર્યું નથી તો હવે વધુ મોડું ના કરો. નવા વર્ષમાં શરૂ કરી દો તમારું ફ્યુચર પ્લાનિંગ.
નાના રોકાણથી બનશે મોટું ફંડ!
જો તમે ઇચ્છીને પણ બચત કરી શકતા નથી તો તમને જણાવીશું કેવી રીતે તમે નાનું રોકાણ મોટું ફંડ બની શકે છે. તેની શરૂઆત 1000 રૂપિયાથી જ કરો. અમને આશા છે કે દર મહિને 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમે સરળતાથી કરી શકો છો.
SIP એ આપ્યું 20 ટકા સુધીનું રિટર્ન
અહીં અમે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની. તમે નવા વર્ષમાં 1000 રૂપિયાની એસઆઇપીથી શરૂઆત કરીને કરોડપતિ સુધીની સફર નક્કી કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે આ શકય થશે. તેના માટે તમારે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવું પડશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડે 20 ટકા કે તેનાથી પણ વધુ રિટર્ન આપ્યું છે.
20 વર્ષ માટે કરો રોકાણ
જેમ કે અમે શરૂઆતમાં જ 1000 રૂપિયા દર મહિને જમા કરાવાની વાત કરી હતી. જો તમે આ એમાઉન્ટને 20 વર્ષ માટે રોકાણ કરે છે તો તમે કુલ 2.4 લાખ રૂપિયા જમા કરો. 20 વર્ષમાં વાર્ષિક 15 ટકા રિટર્નના આધાર પર તમે અંદાજે 15 લાખ 16 હજાર રૂપિયા મળશે. જો આ રિટર્ન 20 ટકા વાર્ષિક મળે છે તો કુલ ફંડ અંદાજે 31.61 લાખનું થશે.
30 વર્ષનું રોકાણ કરીએ તો…
જો તમે દર મહિને 25 વર્ષ સુધી 1000 રૂપિયા રોકાણ કરો અને તેના પર તમને 20 ટકા વાર્ષિક રિટર્ન મળે છે તો મેચ્યોરિટી પર તમે કુલ 86.27 લાખ રૂપિયાનું ફંડ મળશે. આવી રીતે આ સમયગાળો જો 30 વર્ષ થયો તો 20 ટકાના રિટર્નથી તમે 2 કરોડ 33 લાખ 60 હજારનું ફંડ તૈયાર થઇ જશે.
આપને જણાવી દઇએ કે મ્યુચ્યુઅલ ફંડ પર રોકાણકારોને કંપાઉન્ડિંગનો ફાયદો મળે છે. સાથો સાથ તેમાં દર મહિને રોકાણ કરવાની સુવિધા હોય છે. આ જ કારણ છે કે નાની રકમના રોકાણ પર તમને મોટું ફંડ મળવાની આશા રહે છે.