પંદર-પંદર ગોળીઓ વાગી હોવા છતાં હાર નો માની અને માત્ર 19 વર્ષની ઉમરમાં પાકિસ્તાની સૈનિકોને આપો ધોબી પછાડ માર…

Story

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ કારગિલ યુધ્ધમાં ઘણા જવાન પોતાના દેશની રક્ષા કરવામાં શહીદ થઈ ગયા હતા તો ઘણા સૈનિકો આ યુધ્ધમાં વિજય મેળવીને દુશ્મનના છક્કા છોડાવી દીધા આહટ. તેમાંથી જ એક હતા યોગેન્દ્ર સિંહ યાદવ. તમને એ તો ખબર જ હશે કે યુધ્ધ દરમિયાન ભારતીય સેનાએ સેક્ટર દ્રાસની ટાઈગર હિલ પર પોતાનો કબજો કરવાનો હતો. તેના માટે વર્ષ 1999માં 18 ગ્રેનેડિયર્સની એક ટીમને ટાઈગર હિલના ખૂબ જ મહત્વના ત્રણ દુશ્મન બંકર પર કબજો કરવા માટેની જવાબદારી આપી હતી.

તે ત્રણ બંકર માટે સૈનિકોએ ઊંચે ચડવું પડ્યું. જેને પલટનના નેતા યોગેન્દ્ર યાદવે પોતાની બુદ્ધિમત્તાથી માત આપી. જો કે, આને પાર કરવું પણ એટલું સરળ ન હતું. આ દરમિયાન યોગેન્દ્રને 15 ગોળીઓ વાગી હતી. આ જીત માટે યોગેન્દ્રને પરમવીર ચક્ર પણ આપવામાં આવ્યું હતું. તે સમયે યોગેન્દ્રને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તે સમયે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી.

એવામાં યોગેન્દ્ર આ સન્માન મેળવનાર સૌથી ઓછી ઉમરના સૈનિક હતા. યોગેન્દ્રની જેમ જ તેના પિતા પણ ભારત પાકિસ્તાન યુધ્ધમાં ભાગ લઈ ચૂક્યા હતા. પિતાથી પ્રેરિત થઈને યોગેન્દ્રએ ફક્ત 16 વર્ષની ઉમરે ભારતીય સેનામાં પ્રવેશ લઈ લીધો હતો. એવામાં આર્મીમાં આવવાના થોડા જ સમયમાં યોગેન્દ્ર કારગિય યુધ્ધ માટે એક પ્લાટુનનું આગેવાની કરવાનું કામ સોંપી દીધું.

યોગેન્દ્રએ આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. આ માટે યોગેન્દ્રને 90 ડિગ્રી સીધું ચઢવાનું હતું. જેના માટે તેણે રાત્રે આઠ વાગે ચઢવાનું શરૂ કર્યું હતું. આ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ ઘણા પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. જો કે આ યુદ્ધમાં ભારતીય સૈનિકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં ભારતીય સૈનિકો પાકિસ્તાની સૈનિકોને ચકમો આપીને આયોજનબદ્ધ રીતે આગળ વધ્યા હતા.

આગળ વધતાં જ ભારતીય સૈનકોએ પાકિસ્તાની બધા જ સૈનિકોને મારી નાખ્યા હતા. પછી સવાર થતાં જ સૈનિકો ટાઈગર હિલ પર પહોંચે છે પણ અહિયાં પાકિસ્તાની સૈનિકો એ યોગેન્દ્રની ટીમને ચારે બાજુથી ઘેરી લે છે. જેમાં યોગેન્દ્ર સાથે આવેલ બધા સૈનિક શહીદ થઈ ગયા હતા. આ દરમિયાન યોગેન્દ્રને પણ 15 ગોળીઓ વાગી હતી.

આવી સ્થિતિમાં યોગેન્દ્રએ પાકિસ્તાની સેનાની સામે મરવાનું નાટક કરતાં પોતાના ખિસ્સામાં રાખેલો ગ્રેનેડ ફેંકી દીધો અને પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા. આ પછી, બાકીના સૈનિકોને નજીકમાં રાખવામાં આવેલી રાઇફલથી માર્યા. 15 ગોળીઓના કારણે યોગેન્દ્રના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું. આવી સ્થિતિમાં તે નાળામાં બેભાન થઈને વહેતા નીચે આવી ગયા. જ્યાં ભારતીય જવાનોએ તેમનો જીવ બચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.