એક નાના ઝૂંપડામાં રહેતો દેવ પગલી આજે બની ગયો છે એક સફળ સિંગર, જાણો દેવ પગલીની સંઘર્ષની કહાની…

Story

આજકાલ ચારેકોર સિંગર દેવ પગલીની ઘૂમ મચાવી છે. જયાં જુઓ ત્યા નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પાસેથી ‘ચાંદ વાલા મુખડા’ અને ‘માટલા ઉપર માટલું’ ગીત જ સંભળાઈ રહ્યું છે. એટલું જ નહીં ‘ચાંદ વાલા મુખડા’ એ સમગ્ર દેશમાં ધૂમ મચાવી છે. આ સોંગે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર સારું પ્રદર્શન કર્યું છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સની બાબતે આ સોંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. દેશભરના 47 લાખથી વધુ લોકોએ આ સોંગની રીલ્સ બનાવી છે.

ગુજરાતી સિંગર દેવ પગલીએ રીલ્સની રેસમાં બાદશાહ અને અક્ષય કુમારને પાછળ રાખી દીધા છે. આ સોંગથી રાતોરાત સ્ટાર બની ગયેલા દેવ પગલીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં દેવ પગલી વિશેની અજાણી વાતો પહેલીવાર સામે આવી છે.

દવે પગલીનું ઍક્ટર અથવા ક્રિકેટર બનવાનું સપનું હતું:
દેવ પગલી બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામના વતની છે. દેવ પગલીનું સાચું નામ દેવ પુરી છે. દેવ પગલી સિંગર બન્યા તે પહેલાં ક્રિકેટર અથવા ઍક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હતા. દેવ પગલી હીરો બનવા ઘર છોડીને ભાગી ગયા હતા. મુંબઈમાં પહોંચી અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીને મળવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહોંતી.

આથી ક્રિકેટર બનવાની આશા એ મુંબઈથી પાછા ફરી વડોદરા પહોંચ્યા હતા. જયાં નયન મોંગીયા અને ઈરફાન પઠાણના ઘરે મળવા પહોંચી ગયા હતા. ઈરફાન પઠાણના પિતાજી સાથે દેવ પગલીની મુલાકાત શક્ય બની હતી. જોકે ક્રિકેટર અથવા ઍકટર બનવાનું સપનું અધુરુ રહ્યું હતું.

દેવ પગલી ઘર છોડીને ભાગી ગયા હતા:
દેવ પગલી ઘર છોડ્યા બાદ લાંબો સમય સુધી પાછા ફર્યા નહોંતા. આ દરમિયાન તેઓના પિતા પાગલ થઈને મૃત્યુ પામ્યા હતા. આથી દેવ પગલીએ એક વખત પોતાની માતાને કહ્યું હતું કે ‘મારા પિતાનું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું છે આથી હવે હું આખી દુનિયાને પાગલ કરીશ.’

લાખ રૂપિયાનો ઘાઘરો સોંગ ટર્નિંગ પોઈન્ટ:
દેવ પગલીએ ગીતકાર તરીકે કામની શરૂઆત કરી હતી. આ દરમિયાન કિંજલ દવેના એક સોંગમાં અભિનય કરવાનો પણ મોકો મળ્યો હતો. દેવ પગલીએ ધીરે ધીરે ગાવાની શરૂઆત કરી અને પછી ગાયક તરીકે સફળતા મેળવી હતી. ‘લાખ રૂપિયાનો ઘાઘરો’ સોંગથી દેવ પગલીની કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. આ સોંગ બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. પરિણામે એક જ મહિનાના અંતરમાં ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ એમ બેક ટુ બેક બે હિટ સોંગ આપીને દેવ પગલીએ આખા દેશને પાગલ કર્યો છે.

ઓકાત ભૂલી ન જવાય તે માટે જૂનું ઘર પાડી નવું બનાવ્યું નથી
દેવ પગલીએ પોતાના ગામમાં આવેલા ઘરને પાકું બનાવ્યું નથી. કેમકે પોતે માને છે કે આ ઘર જોઈને પોતાને પોતાની ઓકાત યાદ રહે છે. સફળતા મળ્યા બાદ પણ જમીન સાથે જોડાયેલા રહેવામાં આ જૂનુ ઘર ઉપયોગી બને છે.

ચાંદ વાલા મુખડા સોંગની ભવ્ય સફળતા બાદ દેવ પગલીએ પોતાની ફી રૂ.1 લાખ હતી તે વધારીને 25 થી 30 લાખ કરી દીધી છે. જોકે એક દિવસ એવો પણ હતો કે દેવ પગલીના માતા અને બહેનોએ ખેતરમાં મજૂરી કામ પણ કરવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *