1933 માં કિસિંગ સીન કરીને લોકોને ગાંડા કરી દીધા હતા આ અભિનેત્રીએ, હજી પણ નથી તૂટ્યો રેકોર્ડ…

Bollywood

બોલીવુડમાં એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓની કહાનીઓ છે જે ફિલ્મોમાં તો સફળ રહી છે પણ તેમની અંગત જીંદગીમાં ક્યારેય સફળ રહી નથી. તેમણે અંગત જીવનમાં અનેક પ્રકારના દુઃખો સહન કર્યા છે. આજે, સ્ત્રીઓ દરેક મુદ્દા પર ખુલ્લીને વાતો કરે છે, પરંતુ 60 ના દાયકામાં મહિલાઓ ફક્ત સંબંધોમાં બંધાઈ ને રહી જતી હતી. તે સમયે આવી જ સ્થિતિ કેટલીક અભિનેત્રીઓની પણ હતી.

એ સમયની એક અભિનેત્રી હતી દેવિકા રાની, આજે આપણે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. દેવિકા રાણી મધુબાલા, નરગિસ અને મીના કુમારી જેવી અભિનેત્રીઓ ફિલ્મોમાં આવી એ પહેલાની અભિનેત્રી હતી. એમ કહો તો પણ ચાલે કે એ બોલિવૂડની પહેલી અભિનેત્રી હતી. દેવિકા રાનીએ ઘણી બધી હિટ ફિલ્મો આપી હતી. દેવીકા રાની એ સમયે આખા દેશમાં ચર્ચાવા લાગી જ્યારે તેણીએ એક ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ કિસિંગ સીન આપ્યા હતા. .આનાથી ઉલટું આ અભિનેત્રીએ તેની અંગત જિંદગીમાં ઘણું સહન કરવું પડ્યું હતું.

દેવિકા રાનીએ ભારતના પ્રથમ ફિલ્મ સ્ટુડિયો, બોમ્બે ટોકીઝના સહ-સ્થાપક બનીને મહિલાઓ માટે એક નવી રાહ બનાવી હતી. ભારતના તે યુગમાં દેવિકા એક ખૂબ જ સ્વતંત્ર મહિલા હતી. દેવિકાએ તેની ફિલ્મી કારકીર્દિમાં ઉચાઇના આકાશને સ્પર્શ કર્યો હતો. આ સમય દરમિયાન, દેવિકાની મુલાકાત વર્ષ 1928 માં હિમાંશુ રાય સાથે થઈ હતી. હિમાંશુ એ સમયે તેની પહેલી મુંગી ફિલ્મ ‘એ થ્રો ઓફ ડાઇસ’ પર કામ કરી રહ્યો હતો.

દેવિકા પણ કોઈક રીતે આ ફિલ્મ સાથે જોડાઈ ગઈ હતી, તે આ ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. જોકે હિમાંશુ અને દેવિકાની ઉંમર વચ્ચે લગભગ 16 વર્ષનો તફાવત હતો. પરંતુ તે બંને સાથે કામ કરતા હતા અને એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા હતા. આ પછી, બંનેએ 1929 માં એક બીજા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ બંને બર્લિનમાં રહેવા ગયા હતા.

બર્લિનમાં રહીને, દેવિકા-હિમાંશુએ જર્મન મોશન પિક્ચર પ્રોડક્શન કંપની ‘યુએફએ સ્ટુડિયોઝ’ પાસેથી કામ શીખ્યા અને ઘણા મોટા દિગ્દર્શકો હેઠળ ફિલ્મ નિર્માણની તાલીમ પણ લીધી. રાનીએ અહીંથી ભારત પાછા આવ્યા પછી વર્ષ 1933 માં તેની પહેલી ફિલ્મ ‘કર્મ’ થી અભિનયમાં પ્રવેશ કર્યો. પોતાની કારકિર્દીની પહેલી જ ફિલ્મમાં દેવિકા રાનીએ ભારતમાં તોફાન લાવી દીધું હતું.

આ ફિલ્મમાં તેણી સાથે તેના પતિ હિમાંશુ રોય પણ હતા. દેવિકાએ તેમાં એક સીન દરમિયાન લગભગ ચાર મિનિટનો કિસિંગ સીન આપ્યો હતો. આ અત્યાર સુધીની સૌથી મોટી સીન છે. દેવિકા રાનીની ફિલ્મનું ઇંગ્લેન્ડમાં પ્રીમિયર થયું હતું. તેને ત્યાં ખૂબ પસંદ કરવામાં આવી. આ પછી આ ફિલ્મ ફરીથી ભારતમાં ‘નાગિન કી રાગિની’ નામથી રિલીઝ થઈ. જોકે તે ભારતમાં ફ્લોપ રહી હતી.

દેવિકા રાનીએ એજ વર્ષેમાં 18 એકરમાં ફેલાયેલ ‘બોમ્બે ટોકીઝ’ ની સ્થાપના પણ કરી હતી. કિશ્વર દેસાઇએ લખેલા પુસ્તક ‘ધ લોંગેસ્ટ કિસ’ માં લેખકે આ અભિનેત્રીના અંગત જીવનને લગતા ઘણાં ઘટસ્ફોટ કર્યા છે. દેવિકાને તેના પહેલા લગ્નમાં ઘણું દુ:ખ સહન કરવું પડ્યું. તે માનસિક રીતે તૂટી ગઈ હતી. દેવિકા રાનીએ બીજા લગ્ન 1945 માં રશિયન ચિત્રકાર સ્વેટોસ્લાવ રોરીચ સાથે કર્યા. 9 માર્ચ, 1994 ના રોજ, ભારતીય સિનેમાની આ પ્રથમ અભિનેત્રીએ આ દુનિયામાંથી વિદાય લીધી હતી.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *