અંબાજી મંદિરે નવરાત્રીના પહેલા દિવસે ભક્તોનું ઘોડાપૂર, મંદિરની ચારે બાજુ ગુંજી ઉઠ્યું ‘બોલ મારી અંબે જય જય અંબે’

News

મા શક્તિના પવિત્ર પર્વ નવરાત્રી સોમવારથી પ્રારંભ થયો છે, જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી ખાતે ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાના ચરણોમાં નમન કરવા આવતાં સમગ્ર અંબાજી સવારથી જ ઉમટી પડ્યું હતું. બોલ મારી અંબે, જય જય અંબે…ના નાદ સમગ્ર મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યા હતા.

મા અંબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા માતા જગતજનનું અંબા ધામ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અંબાજીના દર્શન કરવા માટે દૂર-દૂરથી હજારો ભક્તો આવે છે. આજે સોમવાર, નવરાત્રીના પ્રથમ દિવસે, મા અંબાના ભક્તો અંબાજી પધારીને મા અંબાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મા અંબાના દર્શન કરવા અને મા અંબાની આરાધના કરવા મોટી સંખ્યામાં લોકો અંબાજી પહોંચ્યા છે.

શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ઘાટ સ્થાપના વિધિ યોજાશે
શક્તિની નગરી અંબાજી બોલ મારી અંબે, જય જય અંબે…ના નારાથી ગુંજી રહ્યું છે તો અંબાજી મંદિર ભક્તોથી ભરાઈ ગયું છે. ભટ્ટજી મહારાજ આજે અંબાજી મંદિરમાં ઘાટનો શિલાન્યાસ કરશે. ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત પઠન સાથે ઘાટ સ્થાપના વિધિ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.