જાણો કેવી રીતે ધનસુખ ભંડેરી વીજુડી બન્યા, જાણો તેની સંઘર્ષથી સફળતાની સફર વિષે…

Story

મિત્રો આજે ગુજરાતના ઘરે ઘરે વીજુડી ફેમસ છે. લાખો લોકો વીજુડીના વિડીયો જોવે છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે. તમને જાણીને નવાઈ લાગશે કે વીજુડીનું પાત્ર ભજવનારા કોઈ સ્ત્રી નથી પરંતુ તે એક પુરુષ છે. તેમનું નામ ધનસુખ ભાઈ ભંડેરી છે. આજે ધનસુખ ભાઈએ પોતાના અભિનયથી આખા ગુજરાતમાં વીજુડી તરીકે ખ્યાતિ મેળવી છે. ધનસુખ ભાઈનો જન્મ જામનગર જિલ્લાના મોટા ઘરેડીયા ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.

તેમને બાળપણથી જ નાટકનો ખુબજ શોખ હતો. માટે તે રામ મંડળમાં સ્ત્રીનું પાત્ર ભજવતા હતા. ઘણા એવા લોકો પણ હતા કે તે તેમનો ખુબજ મજાક પણ ઉડાવતા હતા. તો પણ તેમને હિંમત હાર્યા વગર એક્ટિંગ ચાલુ રાખી. તેમને ૫ માં ધોરણ પછી પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.

અભ્યાસ મૂકી દીધા પછી આખો સમય એક્ટિંગમાં જ જોડાઈ ગયા હતા. ઘણા વર્ષો સુધી તેમને મંડળ સાથે ગામે ગામે ફરીને રામ મંડળમાં સ્ત્રીનો રોલ ભજવ્યો. એ સમયે ધનસુખ ભાઈને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો તો પણ મહેનત ચાલુ રાખી આખરે તેમની મહેનત રંગ લાવી અને તેમને વીજુડીના રોલ માટે ફાઈનલ કરવામાં આવ્યા આજે ધનસુખ ભાઈએ વીજુડીના નામ પર ખુબજ મોટી નામના મેળવી છે. આજે તે ગુજરાતના ઘરે ઘરે જાણીતા બન્યા છે.

તેમના પરિવારમાં તેમના માતા પિતા,પત્ની અને એક દીકરી છે. આજે તે ખુબજ ખુશીથી પોતાના પરિવાર સાથે જીવન જીવે છે. તેમના સોસીયલ મીડિયા પર પણ ૬૦ હજાર જેટલા ફોલોવર્સ છે. તે દર મહિને અંદાજિત ૨ લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે. જો પોતાને મનગમતી વસ્તુ કરવા મળી જાય તો રિજલ્ટ હંમેશા સારું જ મળે છે.

Leave a Reply

Your email address will not be published.