આમ તો ધતૂરાના ફૂલને ઝેરી માનવામાં આવે છે. તેનું સેવન તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે, ધતૂરાનો પ્રયોગ ઔષધિના રૂપમાં થઈ શકે છે. ભગવાન ભોલેનાથને ખુશ કરવા માટે તેમને ધતૂરો ચડાવવામાં આવે છે. ભોલેનાથને ધતુરો ખૂબ જ પસંદ છે. શરીર પર ભસ્મ લગાવતા વૈરાગી ભોલેબાબાને ધતૂરો ચડાવવાથી દુખો દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, શિવજીની આ પ્રિય વસ્તુ શિવને ખુશ કરીને તમારી કિસ્મત ચમકાવવા માટે જ નહીં, પરંતુ બીમારીઓમાં ધતૂરાનો ઉપયોગ કરવામાં આવે છે.
ભગવાન શિવ કૈલાશમાં રહે છે અને તે અત્યંત ઠંડો પ્રદેશ છે. અહીં એવા આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરને ઉષ્મા આપે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતૂરો જો સિમિત માત્રામાં લેવામાં આવે તો તે ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વિષપાન બાદ અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, વેલ વગેરેથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. આયુર્વેદના અનુસાર ધતૂરામાં હાજર ઔષધિય ગુણ ઘાને બચાવવામાં અને શારીરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
પુરુષોની શારીરિત ક્ષમતા માટે વરદાન:- પુરુષો માટે ધતૂરાનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. જેનાથી તેમની શારીરિક ક્ષમતા વધે છે. જેના સેવન માટે લવિંગ અને ધતૂરાના બીજને સમાન માત્રામાં પીસી લો. જે બાદ તેમાં મધ ભેળવીને નાની ગોળીઓ બનાવી લો. રોજ સવારે એક ગોળી ખાઓ. ફેરફાર તમે પોતે અનુભવી શકશો.
ઘાને કરી શકે છે ઠીક:- જો તમારા શરીર પર કોઈ ઉંડો ઘા થયો છે તો તમે ધતૂરાની મદદથી તેને ઠીક કરી શકો છો. તેને આપણે એન્ટિસેપ્ટિક દવા તરીકે ઉપયોગમાં લઈ શકીએ છે. જેનાથી કોઈપણ ઘા જલ્દી ભરાઈ શકે છે. જો કે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, તેનો ઉપયોગ વધુ ઉંડા ઘા પર ન કરવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ આપણી ત્વચાના ઉપરના સ્તર પર જ કરવાનો છે.
ટાલને કરી શકે દૂર:- ટાલથી પરેશાન લોકો તેના રસને પ્રભાવિત જગ્યા પર લગાવી શકે છે. તેને રસમાં એવા વિશેષ ગુણ હોય છે, જે સીબમને સ્વસ્થ કરે છે અને ટાલિયાપણાની સમસ્યાને રોકે છે. ધતૂરાના રસને તલના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથ દર્દીને ફાયદો મળે છે.
દમની ફરિયાદ કરી શકે દૂર:- જે લોકોને દમની ફરિયાદ છે તેમના માટે ધતૂરો ફાયદો કરાવી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે ધતૂરાના અપામાર્ગ અને જવાસા નામની જડીબૂટીની સાથે મળીને ચૂરણ બનાવી લો. હવે તેને રોજ સુંઘવાથી સમસ્યા દૂર થઈ જશે.
કાનના દર્દમાં કારગર:- કાનના દર્દ અને સોજાની સ્થિતિમાં તમે ધતુરાનો પ્રયોગ કરી શકો છો. ધતૂરામાં એન્ટી-ઈન્ફેલ્મેટ્રી અને એન્ટી-સેપ્ટિક ગુણો હોય છે. જેથી તે કાનના દર્દીને ઠીક કરી શકે છે.
મર્યાદિત માત્રામાં કરો ઉપયોગ:- ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો આપણે ધતૂરાનું સેવન સીમિત માત્રામાં કરીએ તો તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે. પરંતુ ભૂલથી તેમનું વધારે સેવન ન કરો. તે શરીર માટે હાનિકારક હોય શકે છે.
તમને જણાવી દઈએ કે ધતૂરામાં કેટલાક ઝેરી તત્વો મળે છે. જે વ્યક્તિના શરીર માટે ખૂબ જ હાનિકારક હોય શકે છે. જેથી તેના પ્રયોગથી બચવું જોઈએ. તેનો ઉપયોગ કરવાથી પહેલા ડૉક્ટરની સલાહ લો. ધતૂરાનો ખાવામાં બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. તે જીવલેણ નિવડી શકે છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.