એક બાપે બે હાથ જોડીને સરકારને કરી અપીલ, પોતાના દિકરાનો જીવ બચાવવા માટે, દર ૪ મહિને આપવું પડે છે કિંમતી ઈન્જેકશન

News

હમણા સોશ્યલ મિડીયા પર એક બાળકનો વિડીયો લોકો દ્વારા ખુબજ શેર કરવામાં આવી રહ્યો છે કે જેને ૧૬ કરોડના ઈજેન્કશનથી નવું જીવન મળી શકે તેમ છે અને થોડા સમય પહેલા પણ આવા જ રોગથી પીડાતા બિજા બાળકનો વિડીયો પણ ખુબજ વાયરલ થયો હતો.

આજે અમે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ વાત છે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા રિતેશ ભાઈ પટેલના ઘરમાં વર્ષ 2017 ના ઓક્ટોબર મહિનામાં પુત્રનો જન્મ થયો.

પ્રથમ સંતાન પુત્ર ધ્રુમિતના આગમનથી રીતેશભાઈ તેમના પત્ની ચાંદની બેન અને અન્યો ખૂબ ખુશ હતા. જન્મથી હેલ્ધી ધ્રુમિત ધીમે ધીમે સામાન્ય બાળકોની જેમ મોટો થતો ગયો સમય સાથે ઘુંટણીએ ચાલવું બેસવું અને બોલવાનું શરૂ કર્યું પરંતુ પટેલ પરિવાર પર ધ્રુમિત 18 મહિનાનો થયો ત્યારે આભ ફાટી ગયું.

કેમ કે ધ્રુમિતના સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડતા જોવા મળ્યા અને તે જે નોર્મલ બાળકની જેમ હલન ચલણ કરતો હતો તે બંધ કરી દીધું. ત્યારે રિતેશભાઈ અને તેના પત્ની ચાંદની બેને અનેક ડોકટરોનો સંપર્ક કર્યો અને અંત તેમને ખબર પડી કે તેમનો એકનો એક દીકરો અગમ્ય બીમારી SMA 2 ટાઈપથી પીડાઈ રહ્યો છે.

આ બીમારીના કારણે હસતો રમતો ધ્રુમિત ક્યારે તેના પગ પર ઉભો થઇ શકશે નહિ અને તેનું આયુષ્ય પણ ખૂબ ટૂંકું હોય અને આનો ઈલાજ વિદેશમાં થાય છે તે સારવાર ખૂબ જ મોંઘી હોય છે.

ડોકટરના આ શબ્દો સાંભળતા જ પટેલ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ અને માથે આભ ફાટી ગયું. 7 દિવસ સુધી તો આંખમાંથી આંસુ અટક્યા નહિ.

એક જ સવાલ મનમાં હતો કે અમારા જ બાળકને કેમ આવી ગંભીર બીમારી થઈ. સમયની સાથે જાણવા મળ્યું કે અમારા જેવા તો અમદાવાદમાં જ અનેક બાળકો છે. હાલ ધ્રુમિત ચાલી નથી શકતો. માત્ર બેસી અને બોલી શકે છે.

ધ્રુમિતના માતા-પિતા લોકો પાસે મદદ નથી માંગી રહ્યા કેમ કે ધ્રુમિતની સારવાર ખૂબ મોંઘી છે અને તેને દર 4 મહિને કિંમતી ઇન્જેક્શનની જરૂર પડી રહી છે. એટલે લોકો વારંવાર મદદ ન કરી શકે આ મામલે સરકારે જ મદદ કરવી પડશે.

ધ્રુમિતના માતા પિતા બે હાથ જોડીને ન્યુઝ માધ્યમથી માત્ર એક જ અપીલ કરી રહ્યા છે કે સરકાર આગળ આવી આ જીવલેણ બીમારીથી પીડિત બાળકોની મદદ કરે તો ધ્રુમિત સહિત આવા અનેક બાળકો જે SMA નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમને નવું જીવન મળે.

મિત્રો આ આર્ટિકલને વધારેમાં વધારે શેર કરજો, કદાચ સરકારના કોઈ મોટા અમલદાર સુધી આ પહોંચે અને સરકાર આ દિશામાં કંઈક કરીને ફુલ જેવા બાળકોની જીંદગી બચાવવા માટે આગળ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *