મુકેશ અંબાણીની નાની બહેનની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે, પૈસા છોડીને પ્રેમ માટે પાડોશી સાથે કર્યા લગ્ન…

Business Story

મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના બાળકોથી માંડીને પુત્રવધૂ સુધી બધાય સમાચારોમાં ચમકતા રહે છે. અને ચમકે પણ કેમ નહીં? આ કુટુંબ એટલું પ્રખ્યાત છે કે તેઓ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહે છે. જો કે, ભારતના આ બિઝનેસ ટાયકુનની સૌથી નાની બહેન દિપ્તી સાલગાંવકર તેનાથી બિલકુલ અલગ છે. તેને આ ઝગઝગાટથી દૂર રહે છે અને તેણે આવું કરવાનો નિર્ણય ત્યારે જ લીધો હતો જ્યારે તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને શ્રીમંત જીવન છોડીને સામાન્ય જીવન જીવવાનો નિર્ણય લીધો હતો.

એ સમયે ધીરુભાઈ અંબાણી તેમના વ્યવસાયને આગળ વધારવામાં વ્યસત હતા, તે સમય દરમિયાન તેઓ મુંબઈમાં એક મકાનમાં રહેતા હતા. અને વાસુદેવ સાલગાંવકર તેમના પડોશમાં રહેતા હતા, જે પોતે પણ તેમના વ્યવસાયને આગળ વધારવા મહેનત કરી રહ્યા હતા. તેમની વચ્ચે અવારનવાર મુલાકાત થતી હતી, જે બાદમાં સારી મિત્રતામાં ફેરવાઈ. થોડા સમય પછી વાસુદેવનું અચાનક અવસાન થયું. આવી સ્થિતિમાં ધીરુભાઈ આ પરિવાર સાથે એક પિતાની જેમ ઉભા રહ્યા. વાસુદેવનો દિકરો દત્તરાજ સાલગાંવકર અંબાણી પાસે સલાહ માટે વારંવાર આવતો હતો. તે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સાથે પણ ગાઢ સંબંધો ધરાવે છે.

લવ એટ ફર્સ્ટ સાઈટ ભલે કોઈ ફિલ્મ જેવી લાગે, પરંતુ રાજ સાલગાંવકર અને દીપ્તિ અંબાણીના કિસ્સામાં આવું જ થયું. એક ઇન્ટરવ્યુમાં, તેણે પોતે આ સ્વીકાર્યું અને કહ્યું કે પહેલીવાર તેઓ એકબીજા પ્રત્યે એટલા આકર્ષાયા હતા કે તેઓએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું. 5 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, બંનેએ સંબંધને લગ્નના તબક્કે લઈ જવાનો નિર્ણય કર્યો.

જ્યારે દીપ્તિ અને રાજે પરિવારને તેમના નિર્ણય વિશે જણાવ્યું, ત્યારે બંને પક્ષોએ તેને ખુશીથી સ્વીકાર્યો. બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્ન એવા હતા, જે બિઝનેસ સ્ટેટસ કે સંપત્તિ જોઈને નહોતા થયા, પરંતુ તેની પાછળનું કારણ માત્ર દંપતીનો પ્રેમ અને ખુશી હતી. દીપ્તિ અને દત્તરાજે એક ઇન્ટરવ્યૂમાં પણ આ વાત શેર કરી હતી.

લગ્ન પછી, રાજ ગોવા જવા માંગતો હતો અને તેના વ્યવસાયને સંભાળતો હતો. શરૂઆતમાં દીપ્તિ આ માટે તૈયાર નહોતી, કારણ કે મુંબઈ હંમેશા તેના માટે ઘર હતું. જો કે, બાદમાં તેમણે અંબાણી પરિવાર સાથે સંકળાયેલી ઝગઝગાટને છોડીને ગોવામાં સાલગાંવકરના ઘરે શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. ત્યાં ગયા પછી, તેને સેટલ થવામાં ઘણો સમય લાગ્યો, કારણ કે ત્યાંની વસ્તુઓ તેના પહેલાના વૈભવી જીવન જેવી નહોતી. એક ઈન્ટરવ્યુમાં દીપ્તિએ કહ્યું હતું કે તેણે આ બાબતે તેના પિતાએ પણ ફોન કર્યો હતો અને મે કહ્યું હતું કે ‘કંઈ તકલિફ નથી’.

દીપ્તિને શરૂઆતમાં છોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ જ્યારે તેણે અંબાણી પરિવારનું વૈભવી લાઈફ સ્ટાઈલ છોડવાનો નિર્ણય કર્યો ત્યારબાદ તેણે પાછું વળીને જોયું નહીં. કોઈ પણ જાતનો અફસોસ કરવાના બદલે, તેણીએ તેના નવા પરિવારને સંભાળવાની જવાબદારી લીધી અને દરેક સજોગોમાં તેના પતિને ટેકો આપ્યો. આ જ કારણ છે કે આજે પણ બંને વચ્ચેનો પ્રેમ અન્ય દંપતી માટે ઉદાહરણ રૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *