સમગ્ર દેશભરમાં હાલમાં તો ભુક્કા બોલાવતી ગરમી પડી રહે છે. આવી ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો વોટરપાર્ક જેવી જગ્યાએ મજા માણવા જતા હોય છે. પરંતુ મિત્રો વોટરપાર્કમાં જાઓ ત્યારે ત્યાં સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. નહીંતર આપણે પણ મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે. તેવી જ એક ઘટના ગયા વર્ષે કોટા પર સ્થિત મુકુન્દ્રા વોટર પાર્કમાં બની હતી.
ઘટનામાં વોટરપાર્કમાં પાણીમાં મોજ મસ્તી કરી રહેલા એક યુવક સાથે કંઈક એવી ઘટના બની કે વીડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. આ ઘટના ગયા વર્ષની છે. પરંતુ હાલમાં ગરમીના સમયમાં વોટરપાર્કમાં જતા લોકો લોકો સાવચેત રહે તે માટે અમે આર્ટીકલ ફરી એક વખત શેર કરી રહ્યા છીએ.
ગયા વર્ષે બનેલી વોટરપાર્કની ઘટના વિશે વાત કરીએ તો, આ ઘટનામાં એક મહિલા સ્લાઇડ પરથી નીચે આવી રહી હતી. ત્યારે સ્વિમિંગ પુલમાં ઊભા રહેલા એક યુવક સાથે મહિલાની જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા જ વોટરપાર્કમાં હાજર અન્ય લોકો યુવક પાસે દોડી આવ્યા હતા.
ત્યારબાદ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં પૂલ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પછી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સ્લાઇડ ની આગળ કેટલાક યુવકો પાણીમાં મોજ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે સ્લાઈડ ઉપરથી એક મહિલા નીચેની તરફ આવતી જોવા મળી રહે છે.
નીચેની તરફ આવતી વખતે મહિલાની સ્પીડ આટલી વધારે હતી કે પાણીમાં મોજ મસ્તી કરી રહેલા એક યુવકના માથાના ભાગે મહિલાના પગ જોરદાર અથડાયા હતા. જેના કારણે યુવકને ગંભીર ઈજા પહોંચતી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાનો પગ વાગતા જ યુવક તાત્કાલિક ધોરણે બેભાન થઈ ગયો હતો.
वाटर पार्क में जाने से पहले ये वीडियो जरूर देखें। कभी भी स्लाइड के आगे खड़े ना हो। छोटी सी लापरवाही भारी पड़ सकती है। झालावाड़ के मुकुन्दरा वाटर पार्क की घटना।#Rajasthan #Jhalawarh pic.twitter.com/QLabPsblKL
— Tahir Ahmed Khilji (طاہر احمد خلجی) (@Tahir_Ahmed_k) May 30, 2022
આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે વીડિયોના આધારે તેઓ ચોક્કસ સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ યુવકનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. જો આ ઘટનાને લઈને કોઈ રિપોર્ટ આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વોટરપાર્ક ના મેનેજમેન્ટ દ્વારા પણ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.