શું તમે જાણો છો મહાભારતનાં યુધ્ધમાં કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા, અને આટલા બધા મૃતદેહો નું શું થયું હશે…?

Story

મહાભારત વિશે તો આપણે બધા લોકોએ સાંભળ્યું હશે અને ટેલિવિઝનના પડદા ઉપર પણ તેને જોયેલ છે. રોચકતા થી ભરપુર આ કથા વિશે જાણવાની જિજ્ઞાસા આજે પણ લોકોમાં છે. આ વિશ્વયુદ્ધમાં ફક્ત ભારતનાં રાજાઓએ ભાગ લીધો ન હતો, પરંતુ અન્ય દેશોના ઘણા રાજાઓએ પણ તેમાં ભાગ લીધો હતો. મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસે મહાભારતની રચના કરતા સમયે કહ્યું હતું કે જે વિષયની ચર્ચા ગ્રંથમાં નથી, તેની ચર્ચા કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ નથી.

આજે પણ આપણે કોઈ મોટા યુદ્ધની તુલના મહાભારત ની સાથે કરીએ છીએ. મહાભારત વિશે એક સવાલ છે જે આપણા દિમાગમાં અવારનવાર આવે છે કે આ યુદ્ધમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? તો તમારા આ સવાલનો જવાબ આજે અમે તમને આપીશું. મહાભારતનાં એક પ્રસંગમાં ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર સાથે યુદ્ધમાં મૃત્યુ પામેલાં યોદ્ધાઓની સંખ્યા પુછે છે. ધૃતરાષ્ટ્રનાં આ સવાલનો જવાબ આપીને યુધિષ્ઠિર કહે છે કે આ યુદ્ધમાં ૧ અબજ ૬૬ કરોડ ૨૦ હજાર વીર મૃત્યુ પામ્યા છે. તે સિવાય ૨૪,૧૬૫ વીરો ની કોઈ જાણકારી નથી.

યુધિષ્ઠિર પોતાની વાતને આગળ જાળવી રાખીને કહે છે કે આ યુદ્ધમાં ક્ષત્રિય ધર્મ નિભાવીને જે લોકો મૃત્યુ પામ્યા છે તે બ્રહ્મલોકમાં ગયા છે. જે લોકો યુદ્ધમાંથી ભાગીને મૃત્યુ પામ્યા છે, તેઓ યક્ષલોકમાં ગયા છે અને જે વીરગતિથી મૃત્યુ પામ્યા છે, તે અન્ય પુણ્યલોકોમાં ગયા છે. યુધિષ્ઠિરનું આ જવાબ સાંભળીને ધૃતરાષ્ટ્રને ખુબ જ આશ્ચર્ય થયું હતું. તેમણે યુધિષ્ઠિરને પુછ્યું હતું કે આખરે તમારી પાસે એવી કોઈ શક્તિ છે, જેના માધ્યમથી તમને આ બધી વાતની જાણ છે.

ધૃતરાષ્ટ્રના આ સવાલનો જવાબ પણ યુધિષ્ઠિરે ખુબ જ શાંત મનથી આપીને જણાવ્યું હતું કે વનવાસ દરમ્યાન દેવર્ષિ લોમશ દ્વારા મને દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી હતી, જેની સહાયતાથી આ બધી ગુપ્ત વાતો વિશે મને જાણ છે. જો કે તે કોઇ આશ્ચર્યની વાત નથી કે મહાભારતમાં કરોડોની સંખ્યામાં વીરો વીરગતિ પ્રાપ્ત થઈ છે. કારણકે આજે પણ કુરુક્ષેત્રમાં મહાભારતકાળના અમુક અવશેષ મળે છે, તેનાથી આપણે સમજી શકીએ છીએ કે આ યુદ્ધ કેટલું મોટું થયું હશે. જેના અવશેષો આજે પણ સદીઓ બાદ પણ મળે છે.

કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્ર દ્વારા યુદ્ધમાં મૃત્યુ પામેલા બધા શબોનું યુધિષ્ઠિરને અંતિમ સંસ્કાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. મહારાજ યુધિષ્ઠિરે કૌરવનાં પુરોહિત સુધર્મા, પાંડવોનાં પુરોહિત વિદુર, યુયુત્સુ ને કુરુક્ષેત્રમાં મૃત્યુ પામેલા બધા શબો નો અંતિમ સંસ્કાર કરવાની આજ્ઞા આપી હતી. ત્યારબાદ બધા શબો ને ગંગાનાં કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવેલા હતા.

Leave a Reply

Your email address will not be published.