શું તમને ખબર છે કે કૌરવો અને પાંડવો ને વિદ્યા દેનારા દ્રોણાચાર્ય નું મૃત્યુ કેવી રીતે થયું?

Dharma

દ્રોણાચાર્ય એ સંસારના શ્રેષ્ઠ ધનુર્ધર ગણવામાં આવે છે. તેમને કૌરવો અને પાંડવો ને યુદ્ધ નું જ્ઞાન આપ્યું હતું. મહાભારત ને સૌથી ભયંકર યુદ્ધ માનવામાં આવે છે. આ યુધ્ધમાં ગુરુ દ્રોણાચાર્ય શરીરથી તો કૌરવો સાથે હતા પણ દિલથી તો એ ધર્મ નો સાથ દેવાવાળા પાંડવોની જીત ઈચ્છતા હતા. ગુરુ દ્રોણાચાર્ય વેદ-વેદાંગો માં પારંગત હતા અને એક કઠોર તપસ્વી પણ હતા. તો ચાલો જાણીએ કે કૌરવો અને પાંડવો ને અસ્ત્ર-શસ્ત્ર ની વિદ્યા દેનાર દ્રોણાચાર્ય નું મહાભારતમાં મૃત્યુ કેવી રીતે થયું.

દ્રોણાચાર્ય કોણ હતા :- દ્રોણાચાર્ય એ ભારદ્વાજ મુનીના પુત્ર હતા. આશ્રમમાં વિદ્યા ઉપરાંત તે તપસ્યા પણ કરતા. દ્રોણાચાર્ય ના લગ્ન શરદ્રાન મુનીની પુત્રી અને કૃપાચાર્યની બહેન કૃપી સાથે થયા હતા. તેના પુત્રનું નામ અશ્વત્થામા હતું. દ્રોણાચાર્યે મહેન્દ્ર પર્વત પર જઈને અસ્ત્ર-શસ્ત્ર નું જ્ઞાન શ્રેષ્ઠ શ્રી પરશુરામ પાસેથી મેળવ્યું હતું.

મહાભારત ના યુદ્ધ માં દ્રોણાચાર્ય :- મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય કૌરવોની તરફથી લડતા હતા. ભીષ્મનું જયારે મૃત્યુ નજીક આવ્યું ત્યારે કર્ણના કહેવા પર દ્રોણાચાર્ય ને સેનાપતિ બનાવામાં આવ્યા. ગુરુદ્રોણ ની સંહારશક્તિ વધતી જોઈ પાંડવો મુશ્કેલીમાં મુકાઈ ગયા. દ્રોણાચાર્ય અને તેના પુત્ર અશ્વત્થામા નું રૌદ્ર સ્વરૂપ જોઇને પાંડવો ને તેમની હાર નજીક આવતી દેખાઈ.

શ્રીકૃષ્ણ એ કપટ નો સહારો લીધો :- પાંડવોની આવી સ્થિતિ જોઈને શ્રીકૃષ્ણે યુધ્ધમાં એવી વાત ફેલાવી કે અશ્વત્થામા મરી ગયો. પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિર ખોટું બોલવા માટે માન્યા નહિ. આવામાં અવંતીરાજ નો એક હાથી જેનું નામ અશ્વત્થામા હતું તેનો ભીમ દ્વારા વધ કરવામાં આવ્યો. યુદ્ધભૂમિમાં અશ્વથામા ના મૃત્યુ ની ખબર ખુબજ ઝડપથી ફેલાય ગઈ. ગુરુ દ્રોણાચાર્ય એ આ વાતની પુષ્ટિ કરવા માટે યુધિષ્ઠિર પાસે આવ્યા. યુધિષ્ઠિર એ જવાબ આપ્યો કે અશ્વત્થામા મારી ગયો પરંતુ હાથી એટલું કીધું ત્યાં તો શ્રીકૃષ્ણ એ શંખનાદ કરી દીધો. એ અવાજ ને કારણે દ્રોણાચાર્યે છેલ્લો શબ્દ હાથી સાંભળ્યો નહી અને તેમને વિશ્વાસ આવી ગયો કે તેમનો પુત્ર અશ્વત્થામા મારી ગયો.

પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને ગુરુ દ્રોણાચાર્ય તેના શસ્ત્ર છોડીને રણભુમી માં બેસી ગયા અને ખુબ આઘાત લાગ્યો. આ મોકાનો ફાયદો ઉઠાવીને દ્રોપદી નો ભાઈ ઘૃષ્ટઘ્રુમ એ શસ્ત્ર વગરના દ્રોણાચાર્ય નું માથું કાપી નાખ્યું.

અશ્વત્થામા જે જયારે આ ઘટના વિષે જાણકારી મળી ત્યારે તે ખુબજ ગુસ્સે થયો. દુઃખમાં અને ક્રોધમાં આવેલો અશ્વત્થામા એ વચન લીધું કે તે પાંડવો ના એક પણ પુત્ર ને જીવતો નહિ મુકે. પોતાના પિતા નું આવી રીતે ખોટું બોલીને મૃત્યુ કર્યું હોવાથી અશ્વત્થામા અંધાદુધી મચાવી હતી. પાંડવો મહાભારતના યુદ્ધ માં વિજય તો મેળવ્યો પણ અશ્વત્થામા એ દ્રોપદીના એક પણ પુત્રને જીવતો નહોતો રાખ્યો.

Leave a Reply

Your email address will not be published.