ઉનાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલા પુરાણીક વર્ષો જુનુ લોકો આસ્થા અન શ્રધ્ધા સમાન દ્રોણેશ્વર મહાદેવનુ મંદિર આવેલ છે.
શ્રી દ્રોણેશ્વર મહાદેવ સાસણગીર પાસે ગીર ગઢડાથી નજીક જ્યાં સ્વયંભૂ નંદિશ્વરનાં મુખમાંથી જલધારા અવિરત વહે છે.જે મચ્છુન્દ્રી નદીનાં કિનારે આવેલું છે.એ જળ ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ ને ખબર નથી.રેક રૂતુમા આ જળપ્રવાહ અવિરતપણે જલાભિષેક થાય છે.
૮૦૦૦ વર્ષથી પણ જુનું શિવલિંગ જેનો આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવે છે.. શિવ પણ સ્વયંભૂ. જલધારા પણ સ્વયંભૂ. ગીર સાવજની ભૂમિ માં અત્યંત રમણીય સ્થળ. જય દ્રોણેશ્વર મહાદેવ આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે.લાખો ભાવિ ભક્તો આ મંદિરે પોતાનું શીશ નમાવવા આવે છે અને અહીંયા આવેલો મચ્છુન્દ્રિનદીનું ઝરણું વહે છે તે અતિ રમણીય લાગે છે. આ મંદિરમાં એક અદ્ભુત ચમત્કાર પણ છે જેનાં વિશે આજ સુધી કોઈ નથી જાણી શક્યું….
આ મંદિરની અંદર બિરાજમાન સ્વંયભુ શિવલિંગ પર નંદરેશ્વરિના મુખમાંથી જળ વહે છે, જે અવિરત પણે શિવલિંગ. જલભિષેક કરે છે. આજ સુધી કોઈ જાણી નથી શક્યું કે આ પાણી ક્યાંથી આવે છે. સૌ કોઈ આ ચમત્કારી મહાદેવના દર્શનાથે આવે છે અને અહીંયાંનીનું સૌંદય લોકોને પોતાની તરફ આકર્ષે છે. વર્ષાઋતુમાં અહીંયા ડેમમાંથી વહેતો ધોધનો મનમોહક નજારો જોવા મળે છે, એક તરફ ગીરનું ગાઢ જંગલ અને સાથે સાથ વેહતું નીર ખેરખર આ પવિત્ર જગ્યાની મુલાકાત લેવી જોઈએ…
સૌજન્યઃ-પ્રજાપતિ તુષાર “ઝાકળ”