અભ્યાસ છોડીને એક જ વર્ષમાં 19 વર્ષની ઉંમરમાં બન્યો અરબપતિ, જો તમે પણ વિધાર્થી છો તો જાણો તે કેવી રીતે કમાયો આટલા બધા રૂપિયા

Story

સફળ થવા માટે તમારે સખત મહેનતની સાથે એક્સ્પેરીમેન્ટ ની પણ જરૂર પડે છે અને એવું નથી કે તમે કંઈક કરો અને નિષ્ફળ થાવ પછી હાર માની લો. જ્યાં સુધી આપણે સફળ ન થઈએ ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. કારણ કે દરેક નિષ્ફળતા કંઈક ને કંઈક શીખવે છે. આજે અમે એવા જ એક સ્ટાર્ટઅપ ફાઉન્ડર વિશે વાત કરી રહ્યા છીએ જેમણે ગ્રેજ્યુએશનની ઉંમરમાં 7300 કરોડ રૂપિયાની કંપની બનાવી હતી.

અમે વાત કરી રહ્યા છીએ કૈવલ્ય વોહરા અને zeptoના કો-ફાઉન્ડર અદિત પાલિચાની. બંને યુવા સાહસિકો હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઈન્ડેક્સ 2022માં સૌથી નાની ઉમર ના સ્ટાર્ટ-અપ ફાઉન્ડર પણ છે.કૈવલ્ય અને આદિતને ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં સમાવેશ કરવા એ દેશ ના સ્ટાર્ટઅપ્સ ને પ્રોત્સાહન આપવાનું દર્શાવે છે.

.

વર્ષ 2021માં કૈવલ્ય અને આદિતે Zepto શરૂ કરી. આ કરિયાણાની ડિલિવરી એપ્લિકેશન છે. તેનો એક કોન્સેપટ છે. ‘ઝેપ્ટોસેકન્ડ’ એટલે સુપર ફાસ્ટ ગ્રોસરી ડિલિવરી. 10 મિનિટમાં કરિયાણાની ડિલિવરી કરે છે. ઝેપ્ટોએ નવેમ્બર 2011માં ફંડિંગ દ્વારા રૂ. 486 કરોડ એકત્ર કર્યા હતા. તે જ સમયે, ડિસેમ્બરમાં અન્ય ફંડિંગ રાઉન્ડમાં રૂ. 810 કરોડ એકત્ર થયા હતા. આ વર્ષે મે સુધીમાં કંપનીનું વેલ્યુએશન 7300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ ઉત્પાદનોની ડિલિવરી કરી રહી છે.

કૈવલ્ય વોહરા અને અદિત પાલિચા IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 માં સ્થાન મેળવનારા સૌથી યુવા ઉદ્યોગસાહસિક બન્યા. 19 વર્ષની ઉંમરે, કૈવલ્ય સૌથી અમીર ભારતીયોની યાદીમાં સામેલ થનાર સૌથી યુવા વ્યક્તિ બની ગયો છે. હુરુન લિસ્ટમાં કૈવલ્ય 1,000 કરોડની નેટવર્થ સાથે 1036માં ક્રમે છે, જ્યારે આદિત પાલીચા 1,200 કરોડની નેટવર્થ સાથે 950માં ક્રમે છે. કૈવલ્ય બેંગ્લોરમાં જન્મ્યા અને દુબઈથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. ત્યારબાદ તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું પરંતુ તેના મિત્ર આદિત સાથે સ્ટાર્ટઅપ શરૂ કરવા 2020માં કોલેજ છોડી દીધી.

Leave a Reply

Your email address will not be published.