ઉપવાસમાં ખાય શકાય એવી ડ્રાય ફ્રુટ શ્રીખંડની રેસિપી…

Recipe

આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે.

બનાવવા માટે જોઈતી સામગ્રી:

1 કિ.ગ્રા. અમુલ મસ્તી દહીં, 200 થી 250 ગ્રામ દળેલી ખાંડ (વઘુ કે ઓછી લ‌ઈ શકાય), 2 થી 3 ચમચી સમારેલા કાજુ, 2 ચમચી બદામ કતરણ, 2 ચમચી પિસ્તા કતરણ, 2 ચમચી કિશમિશ ટુકડા, 1/3 થી 1 ચમચી ઈલાયચી પાવડર

બનાવાની રીત:

૧. સૌપ્રથમ અમુલ મસ્તી દહીંને મસલીન કપડા માં બાંધી ઉપર વજન મૂકી 3 થી 4 કલાક સુધી રાખી મુકો. પાણી નિતારી લેવું. હવે તૈયાર મસ્કો એક બાઉલમાં કાઢી દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

૨. હવે ડ્રાય ફ્રુટ ઉમેરો બરાબર મિક્સ કરી લો. એક કન્ટેનરમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ભભરાવી દો.તૈયાર છે ડ્રાય ફ્રુટ શ્રીખંડ.

રેસિપી & તસવીર: સૌજન્ય:- ઉર્મી દેસાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *