ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા વતન દુધાળા ને આપી રહ્યા છે એક મોટી ભેટ… ગામ બનશે ભારત નું પહેલું સોલાર સિસ્ટમથી કાર્યરત.

Life Style

અનેક લોકો ધંધા રોજગાર માટે પોતાના વતનથી દૂર રહેતા હોય છે. પરંતુ તેમના માટે પોતાની જન્મભૂમિ માટેનો પ્રેમ કઈક અલગ જ હોય છે. આવો જ પ્રેમ ગોવિંદભાઇ ધોળકીયાને અમરેલીના દૂધાળા ગામ સાથે છે. દૂધાળા ગામના લોકો વર્ષે કરોડો રૂપિયાનું વીજ બીલ ભરે છે. જેથી ધોળકીયાએ નક્કી કર્યું છે કે તે પોતના વતનમાં રહેતા લોકોના પૈસા બચાવશે.

જે માટે તેમણે નક્કી કર્યું છે કે, તેઓ દૂધાળા ગામે રહેતા તમામ પરિવારો માટે પોતાના ખર્ચે સોલાર સિસ્ટમ લગાવડાવીને વીજળી આપશે. જેથી લોકોના વીજબીલમાં વપરાતા પૈસા બચી શકે. જ્યારે, સમગ્ર ભારતનું દુધાળા ગામ પ્રથમ હશે કે જયાં આખું ગામ આવનારા દિવસોમાં સોલાર પ્લેટથી વીજળીનો ઉપયોગ કરશે.

અમરેલીના દુધાળા ગામના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા પોતાના વતન દુધાળા પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. વતન માટેની અનોખી લાગણી વતનનું વ્હાલ ગોવિંદભાઇ ધોળકીયાનું ઉભરી આવ્યું છે.

સમાજમાં અનેક લોકો છે કે જે પોતાના દેશ માટે વતન માટે કંઈક યોગદાન આપતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાનો પોતાના વતન દુધાળા ગામ માટેનું વ્હાલ જોવા મળી રહ્યું છે. પોતાના વતન માટે કંઈક કરવાની મનમાં ઈચ્છા ધરાવનાર ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વતનમાં રહેતા તમામ પરિવાર માટે પોતાના ખર્ચે સોલાર સિસ્ટમ આપવાની જાહેરાત કરી હતી.

સમગ્ર ગામમાં દર મહિને 2 લાખ જેટલું વીજ બિલ આવતું હોય ત્યારે વર્ષે લાખો રૂપિયા વતનના લોકોના બચે તે માટે વતનનું વ્હાલ ધરાવતા ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાની ઈચ્છાની વાત કરી હતી. સમગ્ર ભારતનું દુધાળા ગામ પ્રથમ હશે કે જયાં આખું ગામ આવનારા દિવસોમાં સોલાર સિસ્ટમથી વીજળીનો ઉપયોગ કરશે.

ગોવિંદભાઇના આ નિર્ણયથી પોતાનો પરિવાર તેમજ સમગ્ર દુધાળા ગામ ખુબજ ખુશ છે. તો બીજી જાહેરાત એ પણ કરી હતી કે સમગ્ર દુધાળા ગામના તમામ પરીવારના લોકોને રોકડા પૈસા પણ આપશે.(પરિવારમાં જેટલા લોકો હોય તેની ઉંમર ગુણયા 365 દિવસ)આમ દુધાળા ગામમા વસતા તમામ લોકો તેમજ દુધાળા ગામની જે દીકરીઓ બહાર છે તેમને આ ઉપરાંત દીકરીઓના જેટલા સંતાનો છે તેમને પણ રોકડા પૈસા આપવાની વાત પણ ગોવિંદભાઇ ધોળકીયાએ કરી હતી. આમ ગોવિંદભાઇ ધોળકીયાનો વતન માટેનો વ્હાલ જોવા મળ્યો છે.

ગોવિંદભાઇ ધોળકીયાનું થોડા સમય પહેલા લિવરનું ઓપરેશ કરાવેલું ત્યારબાદ સ્વસ્થ થતા ગોવિંદભાઇ ધોળકીયાને પોતાના વતન માટે કંઈક કરવાની ઈચ્છા થઈ ત્યારે સમગ્ર પરિવારે અનેક વિચારો રજૂ કર્યા પરંતુ ગોવિંદભાઇને પોતાના વતનના લોકોને કઈક અનોખી ભેટ આપવાની ઈચ્છા થઈ ને પોતાના વિચાર પરિવારને કરતા પરિવાર પણ સમગ્ર દુધાળા ગામને સોલાર સિસ્ટમથી વીજળી આપવાનું નક્કી કર્યું.

સમગ્ર ભારતના પ્રથમ પહેલ હશે, જે આખું ગામ સોલાર સિસ્ટમથી કાર્યરત થશે. દાતાઓ તો ઘણા બધા હોય છે પરંતુ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ પોતાના વતન પ્રત્યેની દાતારી પ્રથમ વખત જોવા મળી રહી છે. લીવરના ઓપરેશન કરાવ્યા બાદ જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાને નવું જીવન મળતા પોતાના વતન માટે કંઈક કરવાની ઈચ્છા જાગી અને પોતાના વતનને સોલાર સિસ્ટમ આપીને સમગ્ર ભારતમાં આવી પ્રથમ દાતારી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *